વિકસિત ભારત – સંકલ્પ પત્ર – ૨૦૨૪ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચીગ અને પ્રેસ વાર્તા
વિકસિત ભારત – સંકલ્પ પત્ર – ૨૦૨૪
મોદી કી ગેરંટી અભિયાન
લોન્ચીગ અને પ્રેસ વાર્તા
આજે રોજ સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ કાર્યલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્રીયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડકશ્રી જગદિશભાઈ મકવાણા લોકસભા સંયોજક શ્રી નિલેશભાઈ શેઠ, જીલ્લા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, ચોટીલા ધારસભ્યશ્રી શ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, તેમજ શ્રી સિધ્ધેશભાઈ વોરા શ્રી નિલેશભાઈ ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત – સંકલ્પ પત્ર – ૨૦૨૪ મોદી કિ ગેરેંટી અભિયાનનું લોન્ચિંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જેમાં આજે ગુજરાત રાજયના મુખ્ય દંડક શ્રી જગદિશભાઈ મકવાણા એ તેમનાં વક્તવ્યમાં જણાવેલ કે દરેક પાર્ટી ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરા આપતા હોય છે. જયારે મોદી સાહેબ દેશના વિકાસ માટે પ્રજાના સુચનો લેવા વિવિધ પ્રકારે જેવા કે (૦૧) LED વાહનોથી. (૦૨) પોસ્ટકાર્ડ રૂપી બોકસપેટીમાં લેખીક સુચનો માટે ૬૦૦૦ સ્થાનો ઉપર બોકસ મુકવા ભાજપના કાર્યકરો જનતા પાસેથી સુચનો એકત્રિત કરશે. (૦૩) નમો એપથી પણ સુચનો મેળવશે સાથે-સાથે પ્રબુધ્ધ નાગરીકો સાથે કાર્યક્રમોયોજી અને વિકસિત ભારત ૨૦૨૪ના સંકલ્પપત્ર માટે સુચનો મેળવવામાં આવશે. (૦૪) તેમજ (૯૦ ૯૦ ૯૦ ૨૦ ૨૪) મોબાઈલ નં પર મિસકોલ કરીને અને તમારા મોબાઈલમાં રીંગ આવશે. બિપ અવાજ આવ્યા બાદ વોઈસ મેસેજથી પણ તમારા સુચનો આપી શકો છો.
આવી રીતે વિવિધ માધ્યમ દ્વારા સમાજના તામામ વર્ગ પાસેથી આવેલ સુચનો માથી દેશના વિકાસ માટેની આગામી યોજનાઓ માટે સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.