મહાશિવરાત્રી વિશેષ
મહાશિવરાત્રી વિશેષ
ગોસાઈકુંડ ~ મોક્ષ કુંડ
ગોસાઈનકુંડ નેપાળના લેંગટાંગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આલ્પાઈન તાજા પાણીનું ઓલિગોટ્રોફિક (નાનું પોષ્ટિક તળાવ છે). ગોસાઈનકુંડ ,રાસુવા જિલ્લામાં ૪૩૮૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈએ પહાડોની ગોદમાં ઝળહળતું વાદળી તળાવ ચોક્કસપણે કળાનો નમૂનો છે.
ગોસાઈકુંડ તળાવ એક પવિત્ર સ્થળ અને શક્તિનો સ્ત્રોત છે,જે નેપાળ અને ભારત બંને માટે તીર્થસ્થાનનું સ્થળ છે, જે ઊંડા ધાર્મિક મહત્વના સ્થળ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. ગોસાઈકુંડ નેપાળના પવિત્ર તળાવોમાંનું એક છે, ગોસાઈકુંડ નામ ગોસાઈન પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે સાધુ અને કુંડ, એટલે એક પવિત્ર તળાવ.
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન હલાહલ ઝેરને જ્યારે ગળી હતું ત્યારે આ ઝેરના સેવનથી, ભગવાન શિવ વાદળી થવા લાગ્યા, ભગવાન શિવના શરીરમાં ઝડપથી ફેલાતા ઝેરથી ભયભીત થઈને, દેવી પાર્વતીએ મહાવિદ્યાના રૂપમાં શિવના ગળામાં પ્રવેશ કર્યો અને ઝેરના પ્રસારને નિયંત્રિત કર્યું અને તેની અસર માત્ર તેમના ગળા સુધી જ સીમિત કરી.ત્યારથી, ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે.
પ્રેરિત ઝેરના કારણે ગરમી અસહ્ય બની જતાં ભગવાન શિવે પોતાના ત્રિશુલનો ઉપયોગ હિમપર્વતને કાપીને પીવા માટેનું પાણી કાઢવા માટે કર્યો હતો જેથી તે ઝેર ગળી ગયા પછી તેમના ગળાને ઠંડુ કરી શકે.આ સ્થળને ત્રિશુલ ધારા તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક ધાર્મિક માન્યતા છે કે ગોસાઈકુંડમાં સ્નાન, અને તર્પણ કરવાથી પિતૃઓને મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. આ પવિત્ર ડૂબકી જીવન માટે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવામાં અને જો કોઈ વ્યક્તિ રાસુવા, ગોસાઈકુંડના પવિત્ર મંદિરમાં ડૂબકી લગાવે તો તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં પણ મદદ કરશે એવું માનવામાં આવે છે.
આ રાસુવા વિસ્તારમાં લગભગ 108 કુંડ (તળાવો) આવેલા છે. સરસ્વતી કુંડ, ભૈરબ કુંડ, સૂર્ય કુંડ અને ગોસાઈકુંડ સૌથી મહત્વપૂર્ણ છે.
ભગવાન શિવે ઝેર પીધા પછી ગોસાઈકુંડ તળાવના ઠંડા પાણીમાં આશ્રય લીધો. ભગવાન શિવે તળાવમાં આશ્રય લીધો હતો, તેથી આ તળાવ પવિત્ર માનવામાં આવે છે અને દર વર્ષે પવિત્ર સ્નાન આ તળાવમાં લેવાની પરંપરા શરૂ થઈ હતી.
ગોસાઈકુંડ નેપાળના પવિત્ર સરોવરોમાંનું એક છે અને દર વર્ષે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે જનાઈ પૂર્ણિમા (જેને રક્ષાબંધન/રાખી તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે) ભાદ્ર મહિનામાં (ઓગસ્ટ પૂર્ણિમાનો દિવસ) અને ગંગાદશહરા (દિવસ) પૃથ્વી પર માં ગંગાના નું પ્રથમ વખત આગમન).હિંદુઓ માને છે કે જનાઈપૂર્ણિમામાં તમામ હિંદુ દેવતાઓ તળાવમાં ઉતરે છે અને તેથી, તળાવમાં પવિત્ર ડૂબકી લેવાથી દેવત્વની નજીક જવાની તક મળે છે.
લોકો માને છે કે તળાવમાં પાણીથી ભરેલા તેના કેન્દ્રમાં ભગવાન શિવની છબી છે.દંતકથા અનુસાર પાટણના (નેપાળ) કુંભેશ્વર મંદિર પરિસરમાં તળાવને પાણી આપતું ઝરણું ગોસાઈકુંડ સાથે જોડાયેલું છે. તેથી, જેઓ તળાવની લાંબી મુસાફરી કરી શકતા નથી, તેના બદલે કુંભેશ્વર પોખરીની મુલાકાત લઈ શકે છે.
આ તમામ કિસ્સાઓ આપણને સર્વોચ્ચ શક્તિની સર્વોપરિતામાં વિશ્વાસ કરવા માટે આશા અને વિશ્વાસ આપે છે. દરેક વ્યક્તિ હંમેશા યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે હોય છે અને આ બધું જ દૈવીક સમય અનુસાર જ થાય છે.
ટ્રાવેલ ડાયરી : ગોડાઈકુંડ ~ કાઠમંડુથી ધુંચે સુધીની બસ લઈ શકાય છે, જેમાં લગભગ 6 કલાકનો સમય લાગે છે અને પછી ગોસાઈકુંડા સુધી ટ્રેક કરી શકાય છે. ટ્રેકિંગનો માર્ગ એકદમ સરળ અને વ્યવસ્થિત છે.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.