વાળ કાપવાના પૈસા મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી: યુવક પર તલવાર અને છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ
લોહાનગર વિસ્તારમાં વાળ કાપવાના પૈસા મામલે બે જૂથ વચ્ચે શસસ્ત્ર મારામારી થઈ હતી. યુવક પર તલવાર અને છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવમાં બે લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. ઉપરાંત રીક્ષા અને બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે 11 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે રામનાથપરા શેરી નં.14 માં રહેતાં ઇરફાનબેગ અફજલભાઈ મીરજા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિનેશ દેવીપૂજક, દિનેશનો ભત્રીજો અને અજાણ્યાં પાંચેક શખ્સોના નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ 80 ફુટ રોડ પર આવેલ નાગરીક બેંકની બાજુમાં બાલાજી પેટ્રોલપંપમાં નોકરી કરે છે. ગઇકાલ રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ તેઓ ઘર પાસે આવેલ વિજય પાન પાસે બેસેલ હતો ત્યારે તેના મીત્ર દાનીસ અને સોહેલ બન્ને આવેલ અને જણાવેલ કે,
મારા બનેવી રફીકભાઇ મોગલને ઝઘડો થયેલ છે આપડે ત્યાં જવુ પડસે જેથી તેઓ મિત્ર સાથે મક્કમ ચોક પાસે આવેલ રફીકભાઈની બોમ્બે બોયઝ હેઇર સ્ટાઇલ નામની દુકાન પર ગયેલ અને રફીકભાઇએ જણાવેલ કે, લોહાનગરમાં રહેતા દેવીપુજક દિનેશના ઘરે લગ્નનો પ્રસંગ હતો અને તેનો ભત્રીજો અમારી દુકાને વાળ કપાવવા આવેલ બાદમાં પૈસા આપવા બાબતે ઝઘડો કરી જતો રહેલ હતો. બાદમાં તે છોકરાઓ રફીકભાઈ સાથે વધારે જગડો ના કરે તે માટે તેઓ અને રકીકભાઈ, દાનીસ, સોહેલ લોહાનગરમાં સમા ગેરેજ પાસે દિનેશ અને તેના સબંધીઓ ઉભેલ હતા.
ત્યાં સમાધાનની વાત કરવા ગયેલ અને સમાધાનની વાત કરતા હતા ત્યારે અમુક શખ્સો ગાળો બોલવા લાગેલ તેમને ગાળો આપવાની ના કહેતા દિનેશભાઈ અને તેનો ભત્રીજો સહિતના શખ્સો ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરવા લાગેલ અને બોલવા લાગેલ કે, આજ તો આમને જીવતા જવા દેવા નથી જેથી તેઓ ભયભીત થઈ ભાગવા લાગતાં આરોપીઓ પાછળ દોડેલ ત્યારે ફરિયાદી
એક બંધ શેરી મા ફસાઇ જતાં પાછળ ઘસી આવેલ આરોપીએ પકડી લીધેલ અને શેરીમાંથી ચોકમાં લઈ આવી આવેલ અને દિનેશ દેવીપુજક અને તેમનો ભત્રીજો સહિતના શખ્સો ઢીકા-પાટુનો મારમારી છરી, તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ તેમાંથી એક તલવાર સાથે ઘસી આવેલ અજાણ્યાં શખ્સે આજે તો તને પતાવી દેવો છે તેમ કહી માથાના ભાગે તલવારનો ઘા મારેલ તેમજ અન્ય એક શખ્સે છરીના ઘા ઝીંકવા લાગતાં ઘાયલ થયેલા ઇરફાનભાઈએ બુમાબુમ કરતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને તેમના મિત્રોએ સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. તેમજ ફરિયાદીની ઘટનાસ્થળે પડેલ બે બાઇકમાં આરોપીઓએ તોડફોડ કરી હતી.જ્યારે સામાપક્ષે ગોંડલ રોડ પર લોહાનગરમાં રહેતાં દિનેશભાઈ પરષોતમભાઈ ચુડાસમા (ઉ.વ.44) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રફીક હબીબ મોગલ (રહે.લોહાનગર શેરી નં.7) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ભંગારની ફેરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
ગઇકાલે રાત્રીના તેઓને હદયની બીમારી હોય જેથી તેની દવા લેવા માટે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જયનાથ હોસ્પીટલે તેના પુત્ર અને ભાઈ સાથે ગયેલ હતાં. દવા લઈ આવ્યાં બાદ તેના ભત્રીજા સંદીપે જણાવેલ કે, હુ મારા બે મિત્રો સાથે મક્કમ ચોક બ્રીજ પાસે આવેલ રફીક મોગલની બોમ્બે બોયઝ હેર સલુનમાં વાળ કપાવવા ગયેલ હતો. તેમની દુકાને કામ કરતા સીકંદર પઠાણ સાથે પૈસાની લેતી-દેતી મામલે બોલાચાલી થયાં બાદ ઝઘડો થયેલ હતો. થોડીવાર બાદ રફીક અને તેની સાથે ત્રણ અજાણ્યાં શખ્સો ઘસી આવેલ અને અગાઉ પૈસાની લેતીદેતી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ઝઘડો કરવા આવેલ હતા. આરોપીઓને સમજાવેલ કે, આજે મારા દીકરા સાહીલના લગ્ન છે, તો કોઇ ઝઘડો કરશો નહી અને ચારેય શખ્સો ઉશ્કેરાઇ જઇ ફરિયાદી તેના નાના ભાઈ ચેતન, તેમજ નાના ભાઈના પત્નીને ધોકા અને લોખંડના પાઈપ વડે માર મારવા લાગેલ હતાં. દરમિયાન ત્યાં હાજર લોકોએ વચ્ચે પડી તેઓને છોડાવેલ હતાં. તેમજ ત્યાં પડેલ બે બાઈક અને રિક્ષામાં પણ આરોપીઓએ તોડફોડ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધાં હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.