સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાનો મોબાઈલ સેરવતો ઝડપાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છાસવારે દર્દી અને સગાઓનાં મોબાઈલ ફોન-ચાર્જરની ચોરી થયાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજે દર્દીના એક સગાનો મોબાઈલ ફોન ચોરવાની કોશીષ કરનાર ગોંડલનો દેવીપુજક ઝડપાતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટરમાં રહેતા ઉદલીયપરી નારદ્દપરી ગૌસ્વામી સવારે 11 કલાકે તેમના પુત્રવધુની દવા લેવા સિવિલ હોસ્પિટલ ઓ.પી.ડી.વિભાગ 8 પાસે પસાર થતા હતાં. ત્યારે એક અજાણ્યા શખ્સે તેમના ખીસ્સામાંથી મોબાઈલ સેરવી લેવાની કોશીષ કરતાં તેને પકડી પુછપરછ કરતા તેનુ નામ રોહિત અનુરામ મકવાણા (ઉ.વ.20) રે.ગોંડલ હોવાની ઓળખ આપી ભંગાર લે-વેચનું કામ કાજ કરતો હોવાનું જણાવ્યું હતું.રોહિત પકડી રાખી પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ આવી પહોંચતા રોહિતને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે રોહિતની અટકાયત કરી પુછપરછ કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.