કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમનું લોકાર્પણ
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે નગરપાલિકા સંચાલિત નાઈટ શેલ્ટર હોમનું લોકાર્પણ
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય યોજના ગ્રાન્ટ હેઠળ રૂા.૧૭૧ લાખના ખર્ચે બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મિત નાઈટ શેલ્ટર હોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે,બોટાદ શહેરના નવનાળા પાસે તમામ સુવિધાઓથી સંપન્ન શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે.રાત્રિ દરમિયાન રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ફરતાં ઘરવિહોણાંઓ માટે આ શેલ્ટર હોમ આશરો બનશે આ લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,ચંદુભાઈ સાવલિયા સહિતના પદાધિકારીઓ તથા જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા,જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા,નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.