જસદણના ચોહલીયા પાર્કમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સી.સી.રોડ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું ખાત મુહૂર્ત કરાયુ : શહૅર ભાજપના નૅતા પાલિકાના ઍન્જીન્યર ગૅરહાજર રહૅતા આશ્ચર્ય કપટી કૉણ ? લાખ મણનૉ સવાલ !
ઉમા શક્તિનગર અંબિકા નગર ચોહલીયા નગર અને આજુબાજુનાવાડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહૅતા વિરૉધીઓની બૉલતી બંધ
જસદણના આટકોટ બાયપાસ પર આવેલ અંબાજીમાના મંદિર પાસે ચોહલીયા પાર્કમાં છેવાડાના માનવીની ચિંતા કરતા જસદણ વિછીયાના પ્રજા વત્સલ અને તપસ્વી ધારાસભ્ય અને રાજ્ય સરકારના સતત પ્રયત્નશીલ અને તેજસ્વી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની પર્સનલ ગ્રાન્ટ માંથી ભૂગર્ભેટર પીવા ના પાણીની પાઇપલાઇન તેમજ સીસી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. અંદાજે રૂપીયા પૉણા કરૉડના ખર્ચે ધારાસભ્ય કુવરજીભાઇ ની ગ્રાન્ટ માંથી કેબિનેટ મંત્રી બાવળીયા સાહેબના વરદ હસ્તૅ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અંબિકા નગર ઉમા શક્તિનગર, ચૉહલીયા નગર, ચૉહલીયા પાર્ક અને આજુબાજુની વાડી વિસ્તારના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને અમુક વિઘ્ન સંતોષીઓએ વિધ્ન નાખવા માટે અહીં 50 લોકો પણ ભેગા ન થાય તેવી પેરવી કરી હતી. આવા તત્વોના મોઢા કાળા પડી ગયા હતા અને જમવાની ડીશો પણ ખુટી પડે તેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નગરપાલિકાના કહેવાતા એન્જિનિયરને ફોન કરવા છતાં પણ ઉપસ્થિત ન રહેતા મોઢા તેટલી ચર્ચાઓ થઈ હતી. અને આ એન્જિનિયર અને નાયબ એન્જિનિયર કોના કહેવાથી ઉપસ્થિત નથી રહ્યા. તે પણ એક સવાલ ઉઠ્યો છે, આ ઉપરાંત જસદણમાં નગરસેવક અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયાઍ માહિતી આપતા જણાવ્યું છે કે "કેટલાક સાથે જ રહેનારા નેતાઓએ મિલીભગત કરી હતી કે અહીં પબ્લિક ભેગી ન થાય પરંતુ જેમ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ રૂપે રાહુ અને કેતુ નડે છે એમ પબ્લિક ભેગુ થતાં વિરોધી નેતાઓના એના મોઢા કાળા પડ્યા હતા. માત્ર વિરોધ કરનારા નેતાઓ જ ઉપસ્થિત રહ્યા તેમની સાથે પણ કોઈ ન આવ્યા અને કોઈને આવવાની મનાઈ પણ ન હતી, તૉ આવા હરામી નૅતિઑએ પણ ન ઇચ્છવું જૉઇઍ, આટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી જસદણ શહેરના પ્રમુખ સહીતના હૉદૅદારૉ પણ ઉપસ્થિત ન રહેતા ઘણા બધા સવાલો ઉઠવા પામેલ છે. નરેશભાઈ ચોહલીયાઍ વધુમાં જણાવેલ કે આવા કોઈ તત્વો ઉપસ્થિત રહે કે ના રહે અમારે ફેર પડતો નથી, અમે 25 વર્ષથી જાહેર જીવનમાં છીએ 25 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છીએ, અને એક નવો પૈસો લીધા વગર જનતાના કામો કરીએ છીએ, ગમૅ ત્યારે વિઘ્ન સંતોષી હરામખૉર રાહુ અનૅ કૅતુ નૅતાઑ ખુલ્લેઆમ આવી જજૉ અમે શહૅરમા ગમૅ ત્યાં પણ મીટીંગ કરશુ, ત્યાં જેટલું ડેમેજ કંટ્રોલ કરવું હોય એટલું કરી લેજો, જેટલું ડેમેજ કરજો એટલું પબ્લિક હું વધુ ભેગું કરીશ. આ મારો ધડાકો છે, કેબિનેટ મંત્રીનું નીચુ દેખાડવા સાથૅ રહુનૅ આવી હલકી પ્રવૃત્તિ કરવી અને સાથે રહી અને દગો કરવો તેતૉ દાનવો, રાક્ષસો જૅવી પ્રવૃૃત્તિ ગણાય. દંભી અને પાપીઓ તેમજ આવા રાક્ષસોને જાહેર જીવનમાંથી હાંકી કાઢવા જોઈએ અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઘણા પૂર્વ નગર સેવક, પૂર્વ નગરપતિ પૂર્વ ભાજપ પ્રમુખ વર્તમાન તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જવાબદારો જ કોના કહેવાથી ઉપસ્થિત ન રહ્યા તે લાખમણના સવાલો ઉઠવા પામ્યા છે, ટૂંક સમયમાં જ આવા તત્વોના મોઢે મણ મણના તાળા લાગે તેમ છૅ, તૅમ અંતમાં નરૅશભાઇ ચૉહલીયા ઍ જય અંબાજીમા સાથ જાહેરાત કરી હતી." આ સમગ્ર કાર્યક્રમનું સંચલન ઍડવૉકૅટ પ્રકાશભાઇ પ્રજાપતી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.