સંજેલીમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો
સંજેલીમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર ખાતે તાલીમ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા ૧૮ વર્ષથી એકલવ્ય પ્રવેશ પરીક્ષાની નિચોડ અનુભવ દ્વારા આજદિન સુધી હજારો વિધાર્થીએ એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શનથી આજરોજ સંજેલી - મોરા - સુખસર ખાતે એકલવ્ય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવા તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એકલવ્ય ફોર્મ ભરવા વિશેની માહિતી, એકલવ્ય સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે તારીખ 28 એપ્રિલના રોજ એકલવ્યની પરીક્ષા હોવાથી આજુબાજુ વિસ્તારના ધોરણ 5 માં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓ. તાલીમ લઈ શકે છે. તેમને સંજેલી ખાતે - શ્રી શ્રધ્ધા વિદ્યાલય- દિલીપકુમાર મકવાણા, મોરા ખાતે - વી. કે ખાંટ સાહેબ ના મકાનમાં - અશ્વિનભાઈ સંગાડા અને સુખસર પોલીસ સ્ટેશનની સામે - રાજુભાઈ મકવાણા પરીક્ષાના આગલા દિવસે સુધી તૈયારી કરાવવામા આવશે તેમ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.