જમીઅતે ઉલમા એ હિન્દ-મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા,ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેન્ક સહયોગથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

જમીઅતે ઉલમા એ હિન્દ-મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા,ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેન્ક સહયોગથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


જમીઅતે ઉલમા એ હિન્દ-મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા,ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેન્ક સહયોગથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બોટાદના સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ સામે રાજ એન્ટરપ્રાઈઝ ખાતે જમીઅતે ઉલમા એ હિન્દ-મુસ્લિમ યુવા ગ્રુપ બોટાદ,ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેન્ક સહયોગ દ્વારા બોટાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે પહોંચ્યા હતા આ કેમ્પ માં તમામ ધર્મના લોકો દ્વારા બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ ખાસ કેન્સરના બાળકો માટે રાખવામાં આવ્યો હતો,દર વખતે અલગ અલગ રીતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે જેમાં મુસ્લિમ સમાજના યુવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કરતા આવ્યા છે અને તમામ ધર્મના લોકો માટે બ્લડ ડોનેટ કરવામાં આવે છે,ખાસ કરીને જમીઅતે ઉલમાં એ હિન્દ દ્વારા,અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે,બોટાદના હરણકુઈ વિસ્તાર ખાતે રાહતદરે નાનું એકતા કલીનીક પણ હાલ ચાલુ છે બોટાદના નગરજનો પણ જોડાઈ અને લાભ લઈ રહ્યા છે લોકોની અંદર તેમજ નગરજનોની અંદર ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.