જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી ના યજમાન પદે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩/બી યુનિટ -૧ ની કાઉન્સિલ યોજાઈ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી ના યજમાન પદે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩/બી યુનિટ -૧ ની કાઉન્સિલ યોજાઈ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી ના યજમાન પદે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩/બી યુનિટ -૧ ની કાઉન્સિલ યોજાઈ

તારીખ 3/03/2024 ના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી ના યજમાન પદે રોટરી હોલ , સુરેન્દ્રનગર ખાતે યુનિટ - ૧ ની પ્રથમ યુનિટ કાઉન્સિલ બેઠક યોજવા માં આવી હતી.
આ પ્રસંગે યુનિટ ૧ ના યુનિટ ડાયરેકટરશ્રી સી.એલ.ભીકડીયા , યજમાન ગ્રુપ પ્રેસિડેન્ટ મમતા બેન , જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના પ્રેસિડેન્ટ કેતન ભાઈ રોજેસરા , ફેડરેશન સેક્રેટરી અમિત ભાઈ વડોદરિયા , ફેડરેશન ખજાનચી હરેશભાઇ અંબાસણા ,ફેડરેશન ના કાઉન્સીલર કલાબેન રાવલ , જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના હોદેદારો ઉપસ્થિત રહેલ.
આ મીટીંગ માં ગત માસના પ્રોજેક્ટ /પ્રોગ્રામ ની વિવિધ ગ્રુપ ની માહિતી તથા વિવિધ ગ્રુપ દ્વારા આગામી સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત વિશે વિસ્તૃત ચર્ચા કરવા માં આવી અને જાયન્ટ્સ ચળવળ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.ફેડરેશન ના પદાધિકારીઓ દ્વારા સેવાકીય પ્રોજેક્ટ અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.તેમજ યજમાન સુરેન્દ્રનગર સાહેલી ગ્રુપ દ્વારા યુનિટ -૧ ની કાઉન્સિલ યોજવા બદલ આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.