રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટ્રેકટ ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા સાયકલોથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટ્રેકટ ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા સાયકલોથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું


રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટ્રેકટ ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા સાયકલોથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું

રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટ્રેકટ ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા તારીખ: ૦૩-૦૩-૨૦૨૪ ને રવિવારે, સવારે ૦૫.૧૫ કલાકે સાયકલોથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું. આ સાયકલોથોન – ૨૦૨૪ નું સ્થળ ઘૂઘરી પાર્ક ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું. જેમાં ૭ કિમી, ૧૭ કિમી અને ૨૭ કિમી ના ૩ સાયકલીંગ સ્લોટ રાખવામાં આવેલ. ૨૭ કિમી ના સાયકલીસ્ટ ને વિજેતા ટ્રોફી તથા ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરેલા તેમજ ગ્રાઉન્ડ ઉપર હાજર હોય તે દરેક લક્કી સાયકલીસ્ટ માંથી લક્કી ડ્રો કરવામાં આવેલ. જેને ઈનામ સ્વરૂપે સાયકલ આપવામાં આવેલ. તદુપરાંત રીફ્રેશમેન્ટ અને એનર્જી ડ્રીંક ની વ્યવસ્થા કરવામાં આવેલ. આ સાયકલોથોન માં અંદાજિત ૩૫૦ વ્યક્તિ એ ભાગ લીધો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.