ગઢડા શહેરમાં સાત વર્ષ પહેલા બનેલ ગુન્હામાં આરોપીને અલગ અલગ ગુન્હામાં મળી ૩ વર્ષની સજા ફટકારતી એડી. જયુડી.મેજી.ફ.ક. કોર્ટ ગઢડા
ગઢડા શહેરમાં સાત વર્ષ પહેલા બનેલ ગુન્હામાં આરોપીને અલગ અલગ ગુન્હામાં મળી ૩ વર્ષની સજા ફટકારતી એડી. જયુડી.મેજી.ફ.ક. કોર્ટ ગઢડા
સાત વર્ષ જુના કેસમા ફરીયાદીને ન્યાય મળ્યો
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગઢડા શહેરમાં રહેતા ફરીયાદી રાજનભાઈ રસીકભાઈ ગોહીલને આરોપી ધર્મેશ ઉર્ફે અજય હેમુભાઈ પરમારે ગઢડા શાક માર્કેટ પાસે રીક્ષામાં આવી ફરીયાદી રાજનભાઈને કુંડલી વાળી લાકડી વડે માર મારી ઈજા પહોચાડેલ.જે બાબતેની ફરીયાદ વર્ષ ૨૦૧૬ માં રાજનભાઈએ ગઢડા પો.સ્ટે.આપી હતી.આ કેસ ગઢડા ખાતે એડી. જયુડી.મેજી.ફ.ક.સાહેબની કોર્ટ ચાલી જતા રજુ થયેલ પુરાવાના આધારે સરકારી વકિલ એસ.આર.પટેલની દલીલો ગ્રાહય રાખી ન્યાયાધિશ અરૂણ જયોતિષ વાસુએ ચુકાદો આપી આરોપી ધર્મેશ ઉર્ફે અજય હેમુભાઈ પરમાર,રહે.ગઢડા,સામાકાંઠા,તા.ગઢડા, જી. બોટાદનાઓને ઈ.પી.કો.ક.૩૨૩ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી ૬ માસની સાદી કેદ તથા રુ.૧૦૦૦/- દંડ કરેલ છે. ઈ.પી.કો.ક.૩ર૪ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ તથા રુા. ૪૦૦૦/- દંડ કરેલ છે.તેમજ જી.પી.એ.ક.૧૩૫ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદ તથા રુા. ૫૦૦/- દંડ કરેલ તથા ફરીયાદીને વળતર પેટે રૂ.૩૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ.આમ ફરીયાદીને સાત વર્ષ જુના કેસમા ન્યાય આપતા ગુનેગાર વર્ગમાં ફફડાટનો માહોલ પામેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.