ભાજપના નિષ્ઠાવાન બાજપાઇજી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા અને પૂર્વ ડાયરેક્ટર છત્રસિંહ ચૌહાણની આકસ્મિક વિદાય - At This Time

ભાજપના નિષ્ઠાવાન બાજપાઇજી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા અને પૂર્વ ડાયરેક્ટર છત્રસિંહ ચૌહાણની આકસ્મિક વિદાય


ગુજરાત ભાજપામાં પણ કેટલાક નિષ્ઠાવાન, અજાતશત્રુ, પ્રામાણિક, કાર્યદક્ષ અને કોઇપણ અપેક્ષા વગર ભાજપાના સિધ્ધાંતો મુજબ અને માનવતાવાદી અભિગમ સાથે કામ કરનારા કાર્યકરોમાં ટોચમાં જો કોઇનું નામ લેવાનું હોય તો બે દિવસ પહેલા આક્સ્મિક રીતે હ્યદય રોગના હુમલાથી અવસાન પામેલા છત્રસિંહ કાળુંસિંહ ચૌહાણ જેઓ લગભગ પાંસઠ વર્ષની ઉંમરે ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયેલ છે.
આ કોલમના લેખક સાથે છત્રસિંહ કાળુસિંહ ચૌહાણ સાથે ભાજપાના વિધાનસભા કાર્યાલય ખાતે કેશુભાઇના સમયથી અંગત સંબંધો રહેલા છે. મુળ ભાજપાના ચુસ્ત કાર્યકર એવા છત્રસિંહ ચૌહાણ ગુજરાતમાં ભાજપાની માત્ર બે જ બેઠકો હતી ત્યારે તેમનું કાર્યાલય ગાંધીનગર સેક્ટર-૧૭ ખાતે અને તે પહેલા પાર્ટીના ખાડીયા ખાતે કાર્યાલય સેક્રેટરી તરીકે ગુજરાત ભરના કાર્યકરો અને આગેવાનોને મદદરૂપ થતા હતા. સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઇજી સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો રહેલા હતા.
સાવ સામાન્ય મધ્યમવર્ગ ખેડૂત પરિવારમાં જન્મેલા છત્રસિંહ ભાજપા પાર્ટીના અગ્રણી નાથાલાલ ઝગડા, કેશુભાઇ પટેલ નરેન્દ્રભાઇ મોદી, શંકરસિંહ વાઘેલા સહિત ટોચના આગેવાનો સાથે કામ કરેલું છે.
ભાજપા પાર્ટીમાં વિવાદ થતાં તેઓ શંકરસિંહ વાઘેલા સાથે રાજપા પાર્ટીમાં જોડાયા હતા. રાજપા પાર્ટીએ છત્રસિંહ ચૌહાણને પંચમહાલ લોકસભા ચુંટણી લડાવી જેમાં તેમને લગભગ બે લાખ જેટલા મતો મળેલા. ત્યારબાદ ધારાસભાની ચુંટણીમાં પણ તેઓએ ઝંપલાવ્યુ હતું.
શંકરસિંહ વાઘેલા ટેક્ષટાઇલ મિનિસ્ટર ભારત સરકારમાં હતા ત્યારે છત્રસિંહ ચૌહાણને કાપડ મંત્રાલયમાં ઉંચી ગણાતી ડાયરેક્ટર ની જગ્યા પર નિમણુંક કરેલી.
ગઇ વિધાનસભાની ચુંટણી સમયે બાલાસિનાર જે તેમનુ વતન છે તેમની ધારાસભાની ટીકીટ નરેંદ્રભાઇ મોદીએ તેમને આપવાનું નક્કી કરેલ હતું કારણ કે તેઓ ૨૦૧૭માં પુન: ભાજપામાં જોડાયા હતા. પરંતું તેમના સગા કાકા માનસિંહભાઇ ચૌહાણે પોતે ચુંટણી લડવાની વિનંતી કરતા છત્રસિંહ ચૌહાણે પોતાના કાકા પ્રત્યેના પ્રેમને કારણે સામેથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. આજે માનસિંહ ચૌહાણ બાલાસિનોર વિધાનસભા ભાજપના ધારાસભ્ય છે અને છત્રસિંહ ચૌહાણના સાળા ગુલાબસિંહ ચૌહાણ પણ લુણાવાડા વિધાનસભાના કૉગ્રેસ પક્ષના ધારાસભ્ય છે.
છત્રસિંહ ચૌહાણનું બેસણું આજ રોજ તેઓના વતન બાલાસિનોરના પાંડવા (માલનામુવાડા) ખાતે રાખેલ હતું. જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાના નાગરિકો અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર, કેટલાક પૂર્વ સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં સામાજીક આગેવાનોએ હાજર રહી શ્રધ્ધાંજલી અર્પી હતી.
તેમના કુંટુંબમાં તેમના ધર્મપત્ની સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમનો એક પુત્ર જ્યોર્જીયા ખાતે ડૉક્ટરનો અભ્યાસ કરે છે. સૌથી દુ:ખદ બાબત એ છે અને આકસ્મિક હાર્ટએટેક આવવાનું કારણ એ પણ છે થોડા વર્ષો પહેલાં તેમના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં દુ:ખદ અવસાન થયેલ હતું આમ છતાં તેઓ ભાજપનું કાર્ય નિયમીત પણે અને વફાદારી પૂર્વક કરતા રહ્યા છે.
સદગતનું ગાંધીનગર ખાતેનું બેસણું તા.૦૫/૦૩/૨૦૨૪ નારોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ સેક્ટર-૧૨, ગાંધીનગર, રાજપૂત ભવન ખાતે રાખવામાં આવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.