વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૧૨ માં અભ્યાસ કરતા ગતવર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અપાયા - At This Time

વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૧૨ માં અભ્યાસ કરતા ગતવર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અપાયા


વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૧૨ માં અભ્યાસ કરતા ગતવર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અપાયા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં શાસ્ત્રી આનંદસ્વામી ના જન્મદિવસ ની ઉજવણી /ધોરણ -કે. જી. થી ૧૨ ના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ /ધોરણ -૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન અને વિદાય સમારંભનું આયોજન કરેલ હતુ.ગુરુકુળમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગુરુકુળના સ્વામી આનંદ સ્વામી તથા મુકુંદસ્વામીના વરદ હસ્તે આશીર્વાદ સાથે વિવિધ શિલ્ડ તથા ટ્રોફીઓ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે માધ્યમિક સ્કૂલના આચાર્યસતાસીયા, પ્રાથમિક શાળાના આચાર્ય અસ્વીનભાઈ દોશી, કેમ્પસ ડાયરેક્ટર જીતુભાઇ ડોબરીયા વાલી મંડળ વતી વિસાવદર એડવોકેટ નયનભાઈ જોશી તથા સ્કૂલનો સ્ટાફ તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જીતુભાઇ ડોબરીયાએ કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્કૂલના શિક્ષક સરવૈયા સાહેબેએ કરેલ હતું આ કાર્યક્રમમાં શાસ્ત્રી આનંદસ્વામી, મુકુંદસ્વામી,કૃષ્ણવલ્લભ સ્વામી, ભક્તિસ્વામી તથા સર્વે સંતો, ટ્રસ્ટીશ્રી રતિબાપા સાવલિયા, રમેશભાઈ સોજીત્રા, હરેશભાઇ સાવલિયા, અરવિંદ ગોંડલીયા, ભક્તિસ્વામીગોપાલભાઈ સાવલિયા, (કે.ની)પાનેલીયાસાહેબ, તથા વાલીઓ અને સમગ્ર સ્ટાફના શિક્ષકો હાજર રહિયા હતા. આ સેમિનારના વક્તાશ્રી ડો. કનુભાઈ કે. કરકરસાહેબ વગેરે આમંત્રિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહિયા હતા જેમાં શિલ્ડ શિક્ષકોના સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતા.સમગ્ર કાર્યકમ બાદ સ્કૂલ તરફથી તમામ બાળકોને જમણવારનું આયોજન કરવામાં
આવેલ હતું તેમ સ્કૂલના આચાર્ય અસ્વીનભાઈ દોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.