મુળી ના લીયા ગામે ધારાસભ્યશ્રી ના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો - At This Time

મુળી ના લીયા ગામે ધારાસભ્યશ્રી ના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો


*ખેડૂતો ના સવાલો ના જવાબ પણ ન આપતા ખેડૂતો મુખ્યમંત્રી ના ખાતમુર્હુત કાર્યક્રમ થી રહેશે અળગા*

સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ મુળી ધાંગધ્રા તાલુકામાં નર્મદા ના નીર માટે પાઈપલાઈન થકી પંપિગ સ્ટેશન દ્વારા પાણી આપી ૪૫ ગામો માં તળાવો ભરવાની યોજના નું ખાતમુર્હુત મુખ્યમંત્રી હસ્તે આગામી ૪ માર્ચ ના રોજ સુરેન્દ્રનગર ખાતે હોય તેમાં આ યોજના બાબતે સવાલો ખડા કરતાં અનેક વિડીયો વાયરલ કરેલા અને તંત્ર દ્વારા જવાબ ન મળે તો આ ખાતમુર્હુત કાર્યક્રમ થી અળગા રહેવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે ત્યારે આજે મુળી ના લીયા ગામે ખેડૂત સભા નું આયોજન ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં ભાજપ આગેવાનો જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર પ્રમુખ હરિકૃષ્ણ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિત દુધ‌ઈ વડવાળા મંદિર મહંત શ્રી રામબાલકદાસજી ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ યોજના નો લાભ મળતા કુલ ૪૫ ગામો માં થી ફકત ૮૫ લોકો જ ઉપસ્થિત રહેતા ખેડૂત સભાનો ફિયાસ્કો થયો હતો ખેડૂતો અળગા રહેલા અને ભાજપ પ્રેરિત સરપંચો કાર્યકરો ની હાજરી જોવા મળેલી હતી જેમાં ખેડૂતો ના અનેક સવાલો ના જવાબ ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ આપી શકેલ નહોતા જેમાં ખેડૂતો ના સવાલો હતા જેમાં આ યોજના ને ફક્ત વહિવટી મંજુરી જ મળી છે તો નાણાંકીય મંજુરી કયારે મળી? ટેન્ડર પ્રક્રિયા કયારે કરવામાં આવી? ક‌ઈ કંપની કે કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવેલ? દરેક ગામોમાં એક તળાવ જ ભરવામાં આવશે કે તમામ તળાવો ભરવાની યોજના છે? આ કામ કયારે પુર્ણ કરવાની સમયમર્યાદા રાખી છે? જેવા સવાલો ના જવાબ આપી શકયા નહોતા આ યોજના ફકત ખેડૂતો ને છેતરામણી લોલીપોપ સમાન જાહેરાત છે આ બાબતે નર્મદા વિભાગ ના અધિકારી ઓ પણ કોઈ જવાબ આપી શકયા નથી ત્યારે અનેક ખેડૂતો એ વિડીયો વાયરલ કરી સવાલોનો મારો છેલ્લા ત્રણ દિવસ થી કરી રહ્યા છે ત્યારે ખેડૂતો ને ખાતમુર્હુત કાર્યક્રમ મુખ્યમંત્રી ના મા ખેડૂતો ને હાજર રાખવા માટે ધારાસભ્ય ખુદ ને મેદાનમાં ઉતારવામાં આવેલ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ને પણ ઉતારતા ખેડૂતો ટસ ના મસ થયા નહોતા અને સવાલો ના જવાબ ની માગણી યથાવત રાખી હતી જયા સુધી જવાબ ન મળે તો અમો આ ખાતમુર્હુત કાર્યક્રમ થી અળગા રહેવાનો નિર્ણય ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો અને ભાજપ આગેવાનો મા દોડધામ મચી જવા પામી છે જયારે મુળી તાલુકાનાં ખેડૂતો ને સુરેન્દ્રનગર લાવવા માટે આશરે ૨૫ એસ.ટી. બસ ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ બસો માં ખેડૂતો કોઈ જવા તૈયાર નથી ખેડૂત આગેવાનો રાજુભાઈ કરપડા ગણપત પટેલ રામકુભાઇ કરપડા કીશોરભાઈ સોળમીયા સહિત ના એ જણાવ્યું હતું કે ખેડૂતો આ લોલીપોપ સમાન યોજના ના ખાતમુર્હુત કાર્યક્રમ થી અળગા રહેશે અને કાર્યક્રમ નો બહિષ્કાર કરવા માં આવશે ત્યારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ભાજપ આગેવાનો ના મનામણા પણ નિષ્ફળ નિવડેલ છે.ખરેખર આ યોજના બાબતે ખેડૂતો ત્રણ વખત છેતરવામાં આવેલ છે જિલ્લા પંચાયત ચૂંટણી સમયે સૈધ્ધાંતિક મંજુરી આપી મત ભાજપ ને આપેલ ફરી ધારાસભા ચુટણીમાં ટેકનિકલ મંજુરી આપવામાં આવી ફરી અત્યારે વહિવટી મંજુરી આપવામાં આવી પરંતુ નાણાંકીય મંજુરી આજદિન સુધી મળી નથી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામા આવતા ખેડૂતો હવે નહીં છેતરાય કે લોલીપોપ સમાન યોજના ના કાર્યક્રમ માં હાજર નહી રહે તેમ ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.