રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા વિ.એચ.મહેતા કન્યા છાત્રાલય
રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા વિ.એચ.મહેતા કન્યા છાત્રાલય રાજુલાના સંયુક્ત ઉપક્રમે પગથારની પેલેપાર શીર્ષક અંતર્ગત 24મો વાર્ષિક મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઊજવણી કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટીશ્રી, અતિથિશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેલ. સેક્રેટરીશ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજરશ્રી રવિભાઇ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડૉ. જીજ્ઞેશભાઈ વાજા તથા સીઆરસી કોઓર્ડિનેટરશ્રી, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી,રમેશભાઈ કાતરિયા, શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિહેમાળવી તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી મનીષભાઈ વાળા તથા જી. એમ.બી. પોલીટેકનિકના આચાર્યશ્રી ધર્મેશભાઈ ખખ્ખર તથા દેવકા વિદ્યાપીઠના આચાર્યશ્રી નીલેશભાઈ, મીતાબેન ડાભી, ટી.જે. એસ. હાઈસ્કૂલ આચાર્યશ્રી વાઘ સાહેબ, સુપરવાઈઝરશ્રી અશોકભાઈ મહેતા, ધારેશ્વર પ્રાથમિક શાળા આચાર્યાશ્રી હિરલબેન ઠાકર, કારોબારી સભ્યશ્રી ગિરધરભાઇ ઉનાગર, નગરપાલિકા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી વિમળાબેન ઉનાગર તથા જાણીતા લેખિકાશ્રી વૃંદાબેન મહેતા, ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારિયા આચાર્યશ્રી ભાવેશભાઈ કલસરીયા,તેમજ તમામ પત્રકારો તથા નગર શ્રેષ્ઠી સર્વેની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ યોજાયો. ગીત,ગરબા,લોકનૃત્ય,નાટક, માઇમ, પિરામિડના તાલે પ્રેક્ષકો તલ્લીન થઈ ગયા હતા. વાલીશ્રીઓએ બહેનોને પુરસ્કૃત કર્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવનારને મહેમાનશ્રીના વરદ હસ્તે શીલ્ડ - પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર કૉલેજ તથા છાત્રાલયના નામ જાહેર કરી રનિંગ શીલ્ડ એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન જગડા નંદિનીબેન કેતનકુમારે વિશિષ્ટ શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમની જહેમત અધ્યાપક તથા એન.એસ.એસના બહેનોએ ઉઠાવી હતી. આભારદર્શન પ્રા. ડૉ. સોનલબેન ઝાપડિયાએ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.