વર કન્યા સહિત પાંચ હજાર લોકોએ મતદાન માટે શપથ લીધા, વિશાળ ધર્મસભા અને સાયબર જાગૃતિ સાથે સાવરકુંડલા ખાતે દશનામ ગોસ્વામી સમાજ નો ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાયો.
અનોખા સમુહલગ્નોત્સવ.
વર કન્યા સહિત પાંચ હજાર લોકોએ મતદાન માટે શપથ લીધા, વિશાળ ધર્મસભા અને સાયબર જાગૃતિ સાથે સાવરકુંડલા ખાતે દશનામ ગોસ્વામી સમાજ નો ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાયો.
20 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયા જુના અખાડા મહામંડલેશ્વરો સહિત ના સંતો મહંતો અને કથાકારો ધર્મસભા માં ઉપસ્થિત રહ્યા.
સાવરકુંડલા ખાતે મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ પ્રેરીત દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ સાવરકુંડલા દ્વારા ભવ્ય સમુહલગ્નોત્સવ યોજાયો હતો જેમાં 20 નવદંપતી ઓએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા આતકે જાન આગમન, ચા નાસ્તો, લગ્ન ગીત, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, સન્માન સમારોહ, કન્યા વિદાય વગેરે શુભ પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી.
સમુહલગ્નોત્સવ ની સાથે દશનામ સમાજ ની એક વિશાળ ધર્મસભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનું દિપપ્રાગટય પંચ દશનામ જૂના અખાડા મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી, મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી મહારાજ મુચકુંદ ગુફા જૂનાગઢ, મહંત જસુભારર્થી બાપુ ચોગઠ, મહંત હસુપરી બાપુ સાંઢીડા મહાદેવ, ભક્તિરામબાપુ માનવ મંદિર, કથાકારો વગેરે સંતો મહંતો અને કથાકારો દ્વારા કરી ધર્મસભા યોજવામાં આવી હતી આતકે સમગ્ર ગુજરાત માંથી પાંચ હજાર કરતા વધારે દશનામ ગોસ્વામી સમાજ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન ધર્મ નો જય જયકાર બોલાવ્યો હતો અને નવદંપતી ઓને આશિવચન પાઠવ્યા હતા.
સમુહલગ્નોત્સવ દરમિયાન સાવરકુંડલા ડિવિઝન નબનાયબ પોલીસ અધિક્ષક હરેશ વોરા દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી વિવિધ રીતે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ થીબ લોકો ભોગ ન બંને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.
સાવરકુંડલા દશનામ ગોસ્વામી સમાજ ના સમુહલગ્નોત્સવ માં સાધુ સમાજ ના પાંચ હજાર ભાઈઓ બહેનો, નવ દંપતિ વર કન્યા, સંતો મહંતો દ્વારા મતદાન અંગે જાગૃતિ લાવવા અને ફરજીયાત મતદાન માટે શપથ નગરપાલિકા એન્જીનીયર હરેશગીરી ગોસાઈ દ્વારા લેવડાવ્યા હતા તથા મતદાન કરીએ, લોકશાહી મજબૂત બનાવીએ, અવશ્ય મતદાન કરીએ, મતદાન કરી નિભાવી નૈતિક ફરજ, મતદાન એ પવિત્ર ફરજના શપથ લીધા હતાં.
આતકે મહાગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના અગ્રણી ક્રુષ્ણગીરી ગોસ્વામી લીંબડી, ધર્મેન્દ્રગીરી અમરેલી, ડો.મનીષગીરી રાજકોટ, સોશ્યલ મીડિયા સ્ટાર અને ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના યુવા મહિલા અગ્રણી સપનાબેન ગોસ્વામી તળાજા, રમેશપરી ત્રાકુંડા, ડો.કલ્પેશગીરી શિહોર, નિવૃત તાલુકા વિકાસ અધિકારી રમેશગીરી ગોસાઈ, લીલીયા નાયબ મામલતદાર આશિષગીરી, હિમતગીરી જાબાળ, હરેશપરી સાંઢીડા, ગુણવંતપરી લાઠી, ઉપપ્રમુખ અને મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા, જનકગીરી ધારી સહિતના સામાજીક, રાજકીય અગ્રણીઓ અને સમગ્ર ગુજરાત માંથી દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 20 કન્યાઓને દાતાઓ દ્વારા કરિયાવર ની 57 વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા ની યાદી જણાવેલ.
રિપોર્ટ - અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.