‘’રાણીની વાવ ઉત્સવ-2024’’: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન - At This Time

‘’રાણીની વાવ ઉત્સવ-2024’’: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન


‘’રાણીની વાવ ઉત્સવ-2024’’: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન

મંત્રી બલવંતસિંહ રાજપૂત, મંત્રી મુળુભાઈ બેરાની તેમજ રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતીમાં સંગીત સમારોહનું આયોજન

નામાંકિત કલાકારો માયાભાઈ આહીર, પ્રહર વોરા અને કલ્યાણી કૌઠાળકર રેલાવશે સુરોનો પ્રવાહ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 03 અને 04 માર્ચ, 2024 ના રોજ રાત્રે 8.00 કલાકથી રાણીની વાવ, પાટણ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

પાટણની રાણીની વાવ ખાતે આયોજીત રાણીની વાવ ઉત્સવ-2024 અંતર્ગત મંત્રી બલવંતસિંહ રાજપૂત અને મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં તા.03 માર્ચ 2024, રવિવારના રોજ સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ તા.04 માર્ચ 2024ના રોજ પ્રહર વોરા તથા કલ્યાણી કૌઠાળકર અને કલાકાર વૃદ પોતાના સંગીત સુર રેલાવશે.

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

બે દિવસીય આયોજીત આ સંગીત સમારોહમાં ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂત, મુખ્ય મહેમાન તરીકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તદઉપરાંત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. પાટણ જિલ્લાના આ સંગીત સંધ્યાનો લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.