રાજકોટના બે બિલ્ડર ગ્રુપનાં 28 સ્થળની તપાસમાં રૂ. 4 કરોડની રોકડ અને 20 લોકર સીલ કરાયાં
રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા ચાર દિવસથી જુદા-જુદા બે બિલ્ડરને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં 150 કરતા વધુ અધિકારીઓ દ્વારા 28 સ્થળોએ દરોડા પાડવામાં આવતા કરોડોનાં હિસાબી ગોટાળાઓ સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. 4 કરોડની રોકડ રકમ અને 20 લોકરો સીલ કરવામાં આવ્યા છે. લોકરો ખોલ્યા બાદ વધુ બેનામી રોકડ અને દાગીના મળવાની શક્યતા છે. આજરોર 2 માર્ચને પાંચમા દિવસે પણ IT વિભાગની દરોડા કામગીરી યથાવત્ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.