નજૂપુરા ગામથી શબ્દલપૂરા સુધી રોડનું કામકાજ નહિ થાય તો લોકસભા ચુંટણી બહિષ્કાર કરવાની ગ્રામજનો ની ચીમકી.. - At This Time

નજૂપુરા ગામથી શબ્દલપૂરા સુધી રોડનું કામકાજ નહિ થાય તો લોકસભા ચુંટણી બહિષ્કાર કરવાની ગ્રામજનો ની ચીમકી..


નજૂપુરા ગામથી શબ્દલપૂરા સુધી રોડનું કામકાજ નહિ થાય તો લોકસભા ચુંટણી બહિષ્કાર કરવાની ગ્રામજનો ની ચીમકી..

રાધનપુરના નજૂપુરા ગામથી શબ્દલપૂરા સુધી રોડ બનાવવા લોકોની માંગ: ચાર ગામના લોકો દ્વારા નવીન રોડ બનાવવા માંગ કરાઇ

શબ્દલપૂરા થી નજૂપુરા ગામ સુધીનાં મુખ્ય માર્ગ પર ઠેર - ઠેર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો સહિત ગ્રામજનો બન્યા પરેશાન

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજૂપુરા ગામથી શબ્દલપૂરા સુધીનો રોડ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે.જે બાબત ને લઇને તાત્કાલિક ધોરણે નવીન રોડનું કામકાજ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે .આશરે ચાર ગામના લોકો દ્વારા નવીન રોડ બનાવવા માંગ કરાઇ છે.જેમાં રાધનપુર મહેસાણા હાઇવેથી સબ્દલપૂરા થી નજૂપુરા ગામનો અંદાજિત 6 કિલોમીટર જેટલો રોડ ઘણા સમયથી બિસ્માર હાલત હોવાના કારણે ચાર જેટલા ગામના લોકો દ્વારા નવીન રોડ બનવવા માંગ કરવામાં આવી છે.

રાધનપુરના શેરગઢ, નજુપુરા, સબ્દલપૂરા,જૂના સબ્દલપૂરા સહિતના તમામ ગામને જોડતા મુખ્ય માર્ગમાં ઠેર - ઠેર ખાડાઓ પડી જતાં અહીથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.જે બાબતને ને લઇને સત્વરે તંત્ર દ્વારા વહેલી તકે રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે પટેલ પરબતભાઇ મુળજીભાઈ એ જણાવ્યું હતું કે નજૂપુરા, શેરગઢ,સબ્દલપૂરા,જૂના સબ્દલપૂરા ના ગામને જોડતો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવીન રોડ બનાવવાની કામગીરી નહિ કરવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં અમો ચાર ગામના લોકો દ્વારા મતદાન નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ઉરચારી છે.

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.