ધંધુકા ખાતે સંસ્કૃત ભારતી- ધંધુકા દ્વારા સંસ્કૃત સંમેલન અને ગૌરવ પરીક્ષા કેન્દ્ર સયોજકોનો સન્માન સમારોહ યોજાયો - At This Time

ધંધુકા ખાતે સંસ્કૃત ભારતી- ધંધુકા દ્વારા સંસ્કૃત સંમેલન અને ગૌરવ પરીક્ષા કેન્દ્ર સયોજકોનો સન્માન સમારોહ યોજાયો


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે સંસ્કૃત ભારતી- ધંધુકા દ્વારા સંસ્કૃત સંમેલન અને ગૌરવ પરીક્ષા કેન્દ્ર સયોજકોનો સન્માન સમારોહ યોજાયો
સંસ્કૃત ભારતી એ એક સંસ્કૃત ભાષાનું વિશ્વ વ્યાપી અને રાષ્ટ્રીય સંગઠન જે સંસ્કૃત ભાષાને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. જેના અનુસંધાને ધંધુકા જનપદ માં આવેલ સંસ્કૃતના અનુરાગીઓનું એક જિલ્લા સ્તરનું સંસ્કૃત સંમેલન યોજાયું હતું જેમાં ધંધુકા ની અનેક શાળાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તક્ષશિલા વિદ્યાપીઠ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, ડીએ વિદ્યામંદિર, આગાખાન સ્કૂલ,સમર્પણ વિદ્યાલય તેમજ સોસાયટી પ્રાથમિક શાળા, ગુંજાર પ્રાથમિક શાળા, ગલસાણા પ્રાથમિક શાળા, વાસણા પ્રાથમિક શાળા નવજીવન ગર્લ હાઇસ્કુલ વગેરે શાળાઓ આ જનપદ સંમેલનમાં સહભાગી થઈ હતી.

જનપદ સંમેલનના અધ્યક્ષ સ્થાને ધંધુકાના શિક્ષણવિધ, શિક્ષણ બોર્ડના સભ્ય તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાલી મંડળના પ્રમુખ એવા શ્રી નારાયણભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી સંગઠનના સૌરાષ્ટ્ર પ્રાંત ના સહમંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરવ પરીક્ષા ના પ્રાંત સંયોજક તેમજ સંસ્કૃત અકાદમી પુરસ્કારથી સન્માનિત શ્રી પ્રણવભાઈ રાજ્યગુરુ તથા વિશેષ ઉપસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાપીઠ ના આચાર્ય શ્રી આશિષભાઈ દવે અને ત્યાંનું વ્યવસ્થાપન સંભાળતા શ્રી ઉમાબેન કનાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને લઈને સંસ્કૃત સંવાદ, સંસ્કૃતમાં વાર્તા, સંસ્કૃતના શ્લોક પઠન અને ગાન, ભગવત ગીતાના શ્લોક નું પઠન, સંસ્કૃત ગીત ઉપર નૃત્ય તેમજ અનેક વિવિધ કૃતિઓ સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી હતી જ્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જાણે સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું અને લોકોએ સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલા જાગૃત છે તેનું પ્રમાણ આપ્યું હતું.
સંસ્કૃત જનપદ સંમેલનમાં મુખ્ય વકત્તા શ્રી પ્રણવભાઈ રાજ્યગુરુ નું રહ્યું હતું કે "સંસ્કૃત ભાષા એ ભારતના લોકોની મૂળ ભાષા છે તેમજ દરેક ભારતીયના હૃદયની ભાષા છે"
આ સંપૂર્ણ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને લઈને બે પ્રદર્શન એવું પણ ગોઠવવામાં આવી હતી આ પ્રદર્શનમાં એક તો દરેક વસ્તુના નામ સંસ્કૃત માં શું હોઈ શકે એનું વસ્તુ અને એનું નામ મુકવામાં આવેલ હતું જ્યારે બીજી પ્રદર્શનમાં ચાર્ટ સ્વરૂપે સંપૂર્ણ વસ્તુ અને એનો પરિચય રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સંસ્કૃત ભારતી જે કાર્ય કરી રહી છે એ અંગેની પણ પ્રદર્શનની રજૂ કરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.