ગુજરાત રાજ્યના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અમદાવાદ ઝોન દ્વારા આયોજિત સૂપોષિત ગુજરાત વિષય એક રાજ્ય સ્તરીય વર્કશોપ યોજાયો - At This Time

ગુજરાત રાજ્યના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અમદાવાદ ઝોન દ્વારા આયોજિત સૂપોષિત ગુજરાત વિષય એક રાજ્ય સ્તરીય વર્કશોપ યોજાયો


ગુજરાત રાજ્યના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અમદાવાદ ઝોન દ્વારા આયોજિત સૂપોષિત ગુજરાત વિષય એક રાજ્ય સ્તરીય વર્કશોપ યોજાયો

ગાંધીનગર ગુજરાત રાજ્યના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અમદાવાદ ઝોન દ્વારા આયોજિત સૂપોષિત ગુજરાત વિષય એક રાજ્ય સ્તરીય વર્કશોપ તારીખ ૨૮ ફેબ્રુઆરીએ યોજાઈ ગયો... ...
ગાંધીનગર માં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલથના મેમોરિયલ હોલમાં યોજાએલ સમારંભમાં રાજ્યના ૧૦ જિલ્લા અને ૩ મહાનગરપાલિકાઓના પ્રોગ્રામ ઓફિસર, સિડીપીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડીના કાર્યકર અને મુખ્ય સેવિકા બહેનો હાજર રહ્યા હતા ......
આ પ્રસંગે જિલ્લા અને ગ્રામ્ય ની આંગણવાડીને મદદરૂપ થતી ગુજરાતની ૧૫ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રાખવામાં આવેલ. તેમજ રાજ્યની આંગણવાડીમાં ઉદ્યોગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કંઈ રીતે પોતાનો સહયોગ આપ્યોછે તેની જાણકારી લેવાઈ હતી ..
આ પ્રસંગે બાળ વિકાસ ના હેતુને સબળ કરવા માટે છેલ્લા વર્ષથી ૧૨ વર્ષથી કાર્યરત અને શહેરની ૩૧૬ આંગણવાડી ના શિક્ષકો સાથે કામ કરતી ભાવનગરની સેવાભાવી શિશુવિહાર સંસ્થાનું અભિવાદન અમદાવાદ આઈ સી ડી એસ ના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેકટર શ્રી ઇલાબા રાણા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૩ માં શિશુવિહાર દ્વારા શહેરની ૨૦૦ આંગણવાડીના ૬૦૦૦ બાળકોને શિશુવિહારમાં નિમંત્રણ આપી પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી રહી છે તે કાર્યક્રમની પણ નોંધ લેવામાં આવી હતી.સ્વાતંત્ર સેનાની શ્રી પ્રેમ શંકરભાઈ ભટ્ટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ યોજના અંતર્ગત એગ્રો સેલ તથા નિલેશ પ્રફુલભાઈ સૂચકના વિશેષ સહકાર થી યોજાયેલ કાર્યક્રમ માં શ્રી હીનાબેન ભટ્ટે ઉપસ્થિત રહી સન્માન સ્વીકાર્યું હતું.....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.