નાનામવા સર્કલના મેદાન પાસે રહેનારે જ બાંધકામ કચરો ફેંક્યો, 5000નો દંડ
રાજકોટ શહેરના નાનામવા સર્કલ પાસે મનપાની માલિકીનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ પાસે જ રહેતા વિશાલભાઈ નામની વ્યક્તિનું ઘર આવેલું છે. પોતાના મકાનમાં તેઓ બાંધકામ કરાવી રહ્યા હોવાથી આ દરમિયાન બાંધકામ વેસ્ટનો નિકાલ તેમણે ઘરની પાછળ મનપાના પ્લોટમાં કર્યો હતો. આ બાબત મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ધ્યાને આવતા સ્થળ પર ગઈ હતી. મકાન માલિકને કચરાના નિકાલ બદલ નોટિસ ફટકારવામાં આવી હતી અને 5000 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલીને બાદમાં કચરો હટાવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.