હળવદમા ગેસ લાઈનના ખાડામાં રીક્ષા ખાબકી ચાલકની આંખ મા ઈજા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો
હળવદ શહેરમાં અદાણી દ્વારા ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.જેના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ આડેધડખોદી નાખવામાં આવ્યા છે.ખોદાણ કામ કર્યા બાદ યોગ્ય બુરાણ કામ કરવામાં ન આવતું હોય જેના કારણે અવાર-નવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે.ત્યારે આજે સવારના દસેક વાગ્યાની આસપાસ હળવદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ જીઓ વાળી શેરીમાં રસ્તામાં ખોદાણ કામ કર્યા બાદ બાજુમાં જ ખાર કુવો તોડી નાખેલો હોય અને માથે માત્ર માટી જ નાખી દીધી હોય જેથી ત્યાંથી પસાર થતાં રીક્ષા ચાલક રાહુલભાઈ ધીરૂભાઈ વાઘેલાની રીક્ષા ખાડામાં ખાબકી હતી અને રીક્ષા ચાલકની આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.જ્યારે રિક્ષામાં પાછળ બેઠેલા કિન્નરને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. તો કોન્ટ્રાક્ટર દ્વારા જે જગ્યાએ ખોદાણ કામ કરવામાં આવે છે તે જગ્યાએ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.