શિવમ પાર્કમાં બ્રહ્માણી માતાજીના મઢમાં ત્રાટકેલો તસ્કર દોઢ લાખના સોનાના છતર ચોરી ફરાર - At This Time

શિવમ પાર્કમાં બ્રહ્માણી માતાજીના મઢમાં ત્રાટકેલો તસ્કર દોઢ લાખના સોનાના છતર ચોરી ફરાર


શિવમ પાર્કમાં બ્રહ્માણી માતાજીના મઢમાં ત્રાટકેલો તસ્કર દોઢ લાખના સોનાના છતર ચોરી ફરાર થઈ જતાં તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે મવડી ગામમાં બાપા સીતારામ ચોકથી આગળ આલાપ મેઈન રોડ પર રહેતાં મહેશ વલ્લભભાઈ મેઘાણી (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
તેઓના ઘર પાસે શિવમ પાર્કની બાજુમા મેઘાણી કુંટુંબના બ્રહ્માણી માતાજીનો મઢ (મંદિર) આવેલ છે. જે મંદિરમાં તેઓ સંચાલન કરે છે. ત્યાં નિયમીત સવારે અને સાંજે પુજા-અર્ચના થાય છે. મંદિરમા અવારનવાર પરિવારના સભ્યો તથા અન્ય લોકો અવાર-નવાર દર્શને આવે છે અને પોતાની યથાશક્તિ મુજબ મંદિરમા ભેટ પુજા ધરાવે છે. મંદિરમા ચાંદિના છતર આશરે 150 જેટલા વજન આશરે 2 કિલો અને સોનાના છતર નવ વજન બાર તોલા જે સોના-ચાંદીના છતર મંદીરમા માતાજીના શણગાર તરીકે રાખવામા આવે છે.
ગઈ તા. 19/12/2023 ના સવારના સાડા છ થી સાત વાગ્યાની આસપાસ તેમના પિતા પુજા અર્ચના કરવા માટે મંદિરે ગયેલા અને તેઓ પુજાવિધી પુર્ણ કરી મંદિરના આગળના ભાગે આવેલી જગ્યામા નિત્યક્રમ મુજબ પક્ષીઓને ચણ નાખવા ગયેલા તે દરમ્યાન કોઈ અજાણ્યો શખ્સ મંદિરમા દર્શન કરવા આવેલ અને માતાજીના શણગાર કરેલ સોના ચાંદીના છતર પૈકીના સોનાના પાંચ છતર રૂ.1.50 લાખનો મુદ્દામાલ મુર્તિ ઉપરથી ચોરી કરી નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ મંદિરમા રાખેલા સીસીટીવી ચેક કરતા કોઇ અજાણ્યો શખ્સ મોઢા ઉપર માસ્ક પહેરી મંદિરમાં અંદર જઈ ચોરી કરી નાસી છૂટ્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.