રાજકોટમાં હયાત રેલવે સ્ટેશનની સામે રૂ.50 કરોડના ખર્ચે નવું સ્ટેશન બનશે - At This Time

રાજકોટમાં હયાત રેલવે સ્ટેશનની સામે રૂ.50 કરોડના ખર્ચે નવું સ્ટેશન બનશે


ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 11 ઓવરબ્રિજ-અંડરપાસનું ખાતમુહૂર્ત કરાયું

દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 551 સ્ટેશનના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનના પુનઃવિકાસનું ખાતમુહૂર્ત, 11 રોડ ઓવરબ્રિજ- અંડરપાસનો શિલાન્યાસ અને 9 રોડ-અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું. આ તકે પ્રાસંગિક સંબોધનમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજકોટમાં વર્તમાન રેલવે સ્ટેશનની સામેની બાજુએ આશરે રૂ.50 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.