બોટાદ જિલ્લા પંચાયત ખાતે સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી એક દિવસીય તાલીમ યોજાઇ
બોટાદ જિલ્લા પંચાયત ખાતે સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી એક દિવસીય તાલીમ યોજાઇ
બોટાદ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના તબીબો માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું,સર્પદંશથી ૨૦ હજારથી વધુ લોકોના જીવ બચાવનાર ધરમપુરની સાંઈનાથ હોસ્પીટલના તબીબ અને સ્ટેટ લેવલ સ્નેક બાઈટ મેનેજમેન્ટ ટ્રેનર કમ સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન ડૉ.ડી.સી.પટેલે જણાવ્યું હતું કે,સર્પદંશ એક બહુ મોટી જાહેર આરોગ્યની સમસ્યા છે.રાજ્યમાં અનેક સ્નેક બાઈટના કિસ્સાઓ જોવા મળે છે.જેની સારવાર ખુબ જ મોંઘી હોઈ છે.અને છેવાડાના વિસ્તારમાં જીવનનું જોખમ પણ ખુબ જ વધુ હોઈ છે.સામાન્ય રીતે વાડી-ખેતર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ નીકળતા હોય છે. આ ઉપરાંત ભેજવાળા વિસ્તારમાં પણ સાપ જોવા મળતા હોય છે ત્યારે સર્પદંશનો ભોગ પણ આ વિસ્તારમાં રહેતા લોકો જ વધારે બનતા હોય છે
આ વેળાએ બોટાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,અર્બન હેલ્થ સેન્ટર,સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.