લાઠીદડના ઉમા કેમ્પસ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
લાઠીદડના ઉમા કેમ્પસ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરાયા
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં મતદારયાદીમાં વધુમાં વધુ લોકો નામ નોંધણી કરાવે તથા આગામી લોકસભા ચૂંટણી-2024માં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ઉમા કેમ્પસ-લાઠીદડ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાગૃતિલક્ષી કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અંગેનો ગરબો તથા મતદાન આપણો અધિકાર વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યુ હતું ઉપરાંત મતદાનનું મહત્વ વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા વધુમાં સેલ્ફી ઝોન તથા સિગ્નેચર કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓ અને સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.જીન્સી રોય દ્વારા મહિલા મતાધિકાર વિશે સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વિપ નોડલ,ઉમા કેમ્પસના પ્રમુખ તથા મંત્રી,સ્ટાફગણ તથા શાળા-કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.