રાજકોટમાં રવિવારે પધારતા દેશના વડાપ્રધાનનું અદકેરું સ્વાગત હસ્ત કારીગરી દ્વારા થશે
રાજકોટમાં રવિવારે પધારતા દેશના વડાપ્રધાનનું અદકેરું સ્વાગત હસ્ત કારીગરી દ્વારા થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૫ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. ૫૦ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે આતિથ્ય માટે જાણીતા રાજકોટની ધરતી પર તેમનું અદકેરૂ અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ ર્કાવિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ૩-ડી એઇમ્સ મોડેલ પ્રધાનમંત્રીશ્રીને ભેટ ધરવામાં આવશે. દરમિયાન જસદણ ભાજપના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ જણાવ્યું હતું કે જસદણ શહેરનો હસ્તકલા ઉધોગ જગ વિખ્યાત છે કોઈપણ દેશનાં મહાનુભવોની પધરામણી સમયે જસદણ હસ્તકલા ઉધોગની કોઈ ને કોઈ ભેટ આપવામાં આવે છે ત્યારે જસદણનું નામ ગર્વભેર રોશન થાય છે દેશના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉના સમયે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી ત્યારે તેમને જસદણ હસ્તકલાની ઘણી આઈટમો ભેટ મળેલ છે આમ હસ્તકલા ઉધોગ જસદણનું ઘરેણું ગણાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.