ડોક્ટર મોરીએ પરિણીતાને બપોરે અઢી વાગ્યે જ ક્લિનિક પર બોલાવી ચાર વાર દુષ્કર્મ આચર્યું - At This Time

ડોક્ટર મોરીએ પરિણીતાને બપોરે અઢી વાગ્યે જ ક્લિનિક પર બોલાવી ચાર વાર દુષ્કર્મ આચર્યું


કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે આવેલી નયન ક્લિનિકમાં બનાવ.

તબીબ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો, ધરપકડની તજવીજ.

રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર નયન ક્લિનિક ધરાવતા ડો.એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. તબીબે પરિચય કેળવી નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવી દુષ્કર્મ આચર્યાનું તપાસમાં ખુલ્યું છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ, પતિ સાથે મનમેળ નહિ થતાં આઠ મહિનાથી આગલા ઘરની દીકરી સાથે રિસામણે આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.