અર્જુન પાર્ટી પ્લોટમાં રીસેપ્શનમાંથી રૂ.3.82 લાખના મુદ્દામાલ ભરેલ પર્સની ચોરી કરી છોકરી ફરાર
રાજકોટમાં લગ્નની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે શહેરીજનો શહેરની ભાગોળે આવેલ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ રાખે છે. પણ આ વર્ષે તસ્કરોએ પ્રસંગ ભયભીત બનાવ્યા છે અને મહેમાનો વચ્ચે ઘુસી ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે 150 ફૂટ રિંગરોડ પર આવેલ અર્જુન પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાતે એરપોર્ટ રોડ પર રહેતાં નિવૃત્ત શિક્ષકના પુત્રના ચાલી રહેલ રીસેપ્શનમાં પરિવાર મહેમાન સાથે મળવામાં વ્યસ્ત હતાં ત્યારે તેઓએ દાગીના અને રોકડ સહિત રૂ.3.82 લાખના મુદ્દામાલ ભરેલ પર્સ પાછળ સોફા પર રાખ્યું હતું. જે પર્સ અજાણી છોકરી ચોરી કરી નાસી છૂટતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
બનાવ અંગે એરપોર્ટ રોડ પર પેટ્રીયા હોટલ પાસે રહેતાં વિલાસગીરી હેમગીરી ગોસ્વામી (ઉ.વ.58) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીક્ષકમાં નોકરી કરતાં અને હાલ નીવૃત જીવન ગાળે છે અને તેઓને સંતાનમાં બે પુત્ર છે.
ગઇકાલે તેમના મોટા પુત્ર અભીના લગ્નનું રીસેપ્શન હતું જે રીસેપ્શન નવા 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ અર્જુન પાર્ટી પ્લોટમાં રાખેલ હતુ. રીસેપ્શન રાત્રીના પોણા નવેક વાગ્યે ચાલુ થયેલ હતું. સ્ટેજ ઉપર તેઓ તેમનાં પત્ની અને પુત્ર અને પૌત્રવધુ હતાં અને મહેમાનો ગીફટ કવર લઇને આવતા જતા હતા. દરમ્યાન મહેમાનોએ આપેલ ગીફટો તથા રોકડા રૂપીયા રાખેલ કવર તેઓની પત્ની એક બેગમાં રાખતા હતા. બાદમાં તે બેગ પાછળ બેસવાના સોફા પાસે મુકેલ હતું. બાદમાં સવા દસેક વાગ્યેની આસપાસ સ્ટેજ ઉપર હતા ત્યારે પાડોશી ભરત વાઘેલાએ મને બોલાવેલ અને વાત કરેલ કે, તમે મહેમાનને મળવામાં હતા તે દરમ્યાન તમારી પાછળ ગીફટ કવર રાખેલ બેગ હતુ તે એક છોકરી લઇને ભાગેલ છે જેથી સ્ટેજ ઉપર જોયેલ તો બેગ ન હતુ અને ભરતભાઇએ કહેલ કે, હું તેની પાછળ દોડેલ તો એ છોકરી દરવાજામાંથી નીકળીને ભાગી ગયેલ હતી.
બાદમાં આસપાસ તપાસ કરેલ પરંતુ તે છોકરી જોવામાં આવેલ નહી. તે બેગમાં તેઓનો પત્નીનો આઈ ફોન રૂ.1 લાખ તેમજ મહેમાનોએ ગીફટ તરીકે રોકડા રૂપીયાના કવર આપેલ હતા તે આશરે રૂ. 80 હજાર અને તેઓના પુત્રને ગિફ્ટમાં આવેલ સોનાનુ કળુ રૂ.1.50 લાખ તેમજ સોનાની બુટી એક રૂ.50 હજાર તેમજ રોકડ રૂ.2 હજાર મળી કુલ રૂ.3.82 લાખના મુદ્દામાલ ભરેલ પર્સની અજાણી છોકરી ચોરી કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ ડી.એ.હરિપરા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે રૂ.3.82 લાખનો મુદ્દામાલ ભરેલ પર્સની ચોરી કરનાર અજાણી છોકરીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.