શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી
શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી
શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ)ખાતે ધોરણ-8 ના 45 જેટલા વિદ્યાર્થીઓને પાળીયાદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી.જેમાં પ્રથમ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ,ક્રાઇમ બ્રાંચ,કોમ્પુટર બારનીશી,એકાઉન્ટ રાઇટર હેડ જેવી બ્રાન્ચ વિશે માહિતી મેળવી હતી.ત્યાર બાદ પોલીસમાં વપરાતાં શસ્ત્રો ૩૦૩ રાઇફલ, એસએલ ગેસગન અશ્રવાયુ છોડવા માટે તેમજ વિવિધ શસ્ત્રો કેવી રીતે અને કયાં પ્રકારનાં ઉપયોગમાં આવે તેની ચર્ચા કરી હતી. ત્યાર બાદ પોલીસ અને લોકો સાથેનો કેવો વ્યવહાર હોવો જોઈએ અને જાગૃત નાગરિક સમાજમાં અને વૃદ્ધોને પોલીસ દ્વારા કઈ રીતે મદદ કરી શકે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા,મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા,આચાર્ય અરવિંદભાઈ બાવળીયા,ઈન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ સમગ્ર શૈક્ષિણક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.