ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં કોમન પ્રવેશ પરીક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં કોમન પ્રવેશ પરીક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું


ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં કોમન પ્રવેશ પરીક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી - મોરા- સુખસર તાલીમ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એકલવ્ય પ્રવેશ પરીક્ષા અને કોમન પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને જરૂરી તાલીમ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ધોરણ 5 માં જે બાળકોએ કોમન પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરેલા હોય તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ 5 માં ભણતા સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા અને તેજસ્વીતા બહાર લાવવા માટે અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બાળકોને મદદરૂપ થવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મેરીટના આધારે જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ જેવી નિવાસી શાળાના નિશુલ્ક શાળાના પ્રવેશ CET ના આધારે આપવામાં આવે છે તદઉપરાંત જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 30000 તેજશ્વી વિદ્યાર્થીઓ આર્થિક સહાય મેળવવા cet પરીક્ષા મેરીટ ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રશ્નપત્રના મહાવરા અને બ્લૂ પ્રિન્ટ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. સુખસર એકલવ્ય તાલીમ વર્ગ ખાતે રાજુભાઈ મકવાણા અને મોરા એકલવ્ય તાલીમ વર્ગ ખાતે અશ્વિનભાઈ સંગાડા દ્વારા કોમન પ્રવેશ પરીક્ષાની માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.