ચાલુ ફોને મર્ડર થયું, 19 સેકન્ડના રેકોર્ડિંગે ભેદ ખોલ્યો, ગર્લફ્રેન્ડે સવાલ કર્યો- 307 શું હોય? - At This Time

ચાલુ ફોને મર્ડર થયું, 19 સેકન્ડના રેકોર્ડિંગે ભેદ ખોલ્યો, ગર્લફ્રેન્ડે સવાલ કર્યો- 307 શું હોય?


રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી શિવસાગર સોસાયટીમાં 28 વર્ષની એક મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. પોલીસને જ્યારે આ હત્યાકાંડની જાણ થઈ ત્યારે રાતના સાડા આઠ વાગી ચૂક્યા હતા. પોલીસ કેસની તપાસ શરૂ કરે ત્યાં તો મૃતક મહિલાના પતિએ જ સામે ચાલીને કબૂલી લીધું કે, "સાહેબ મેં જ મારી પત્નીની હત્યા કરી છે." પણ અનુભવી પોલીસકર્મીઓ સમજી ગયા કે આ ઓપન એન્ડ શટ કેસ નથી. કાયદાની ભાષામાં સમજીએ તો જ્યાં સુધી પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ગમે તે કહે, માની ન લેવું જોઈએ. થયું પણ આવું જ. જ્યારે આ કેસની તપાસ ઊંડાણથી થઈ તો કંઈક અલગ જ સત્ય સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.