સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.


રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે.

સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ અને મહિલા બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રૂપિયા ૧૩.૫૦ લાખની એમ્બ્યુલન્સ રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળવાથી આજુબાજુના ૮ ગામના લોકોને આરોગ્યની વધુ સુવિધા મળશે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે આજે રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે આ એમ્બ્યુલન્સ આવવાથી દર્દીને ઇમરજન્સીના સમયે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર કરાવી શકાશે આ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી સાબિત થશે સાંસદની ગ્રાન્ટમાંથી શિક્ષણ અને આરોગ્યના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે સંસદીય મત વિસ્તારના વિવિધ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના લોકો માટે આરોગ્યની સુવિધાઓ સરકારે સરળતાથી ઉપલબ્ધ બનાવી છે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી આજે સરળતાથી પહોંચી રહ્યા છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ, લલિતભાઈ રબારી, વનરાજભાઈ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ તેમજ સંબંધિત વિભાગના અધિકારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.