શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢના પ્રમુખ માટે શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ની વરણી
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢના પ્રમુખ માટે શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ની વરણી
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - જુનાગઢના છેલ્લા ૩૨ વર્ષથી પ્રમુખ તરીકે શ્રી ધીરુભાઈ ગોહેલએ સમાજની તન, મન અને ધનથી સેવા કરી હતી તેમના કાર્યકાળ દરમિયાન સમાજની ખૂબ જ પ્રગતિ થયેલ. શ્રી ધીરુભાઈ ગોહેલનું તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ અવસાન થતા સમાજના પ્રમુખ તરીકે આજરોજ જ્ઞાતિની મળેલ મિટિંગમાં સર્વાનુમતે શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ની વરર્ણી કરવામાં આવેલ તેમજ શ્રી વજુભાઈ એન. કાચા, શ્રી રસિકભાઈ એલ. મોરવાડિયા તથા શ્રી હરિભાઈ એમ. મોરવાડિયાની ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ની નિમણૂક કરવામાં આવી.
આ તકે જ્ઞાતિના ટ્રસ્ટીશ્રી અને ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણ એ શ્રી વિવેકભાઈ ગોહેલનો પ્રમુખ તરીકે પ્રસ્તાવ મુકેલ અને સમાજના સિનિયર ટ્રસ્ટીશ્રી એન. એમ. મારૂ સાહેબે તેને અનુમોદન આપેલ.
શ્રી વિવેકભાઈ ગોહેલ યુવાન અને ઉત્સાહી છે વર્ષોથી સામાજિક, વ્યવહારિક અને રાજકીય રીતે શ્રી ધીરુભાઈ ગોહેલની સાથે જોડાઈ રહ્યા છે. યુવા બિલ્ડર અને શ્યામ યુવા સંગઠનના સ્થાપક છે અને છેલ્લા વર્ષોમાં સમાજ માટે ભવયાતીભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સમાજ માટે સમાજના વિકાસ માટે ઘણું બધું કરવાની નેમ છે.
આ તકે સમાજના ટ્રસ્ટી શ્રી નાનાલાલ દામજીભાઈ સોલંકી, શ્રી કિશોરભાઈ ચોટલીયા તેમજ વિભાગીય પ્રમુખશ્રીઓ શ્રી વજુભાઈ કાચા, શ્રી ધીરૂભાઈ ટાંક, શ્રી અમુભાઈ ટાંક, શ્રી તેજસભાઈ વેગડ, શ્રી હરિભાઈ મોરવાડિયા, શ્રી રસિકભાઈ મોરવાડિયા, શ્રી કલ્યાણજીભાઈ પરમાર, શ્રી રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ રાઠોડ, શ્રી બાલાભાઈ કાચા, શ્રી હરિભાઈ ચાવડા, શ્રી જીતેનભાઇ ચોટલીયા, શ્રી રમેશભાઈ ટાંક, શ્રી જયેશભાઈ મનાણી, શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, શ્રી મુકેશભાઈ ચાવડા, શ્રી સંજયભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રમુખશ્રી અમુભાઇ રાઠોડ, શ્રી અમુભાઈ મકવાણા, શ્રી અનુભાઈ સોલંકી ની હાજરી હતી.
આ તકે શ્રી એન. એમ. મારૂ સાહેબે સમાજનું સુકાન યુવાનોના હાથમાં સોપતા હર્ષ અને ગૌરવ અનુભવની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે શ્રી પ્રકાશભાઈ ચૌહાણએ કુટુંબમાં સિલેક્શન હોય પણ ઇલેક્શન ના હોય આ સમાજ આપણું કુટુંબ છે તેમાં શ્રી વિવેકભાઈ ગોહેલનું સિલેક્શન યોગ્ય છે. જ્યારે પીઢ અગ્રણી શ્રી પી. ડી. કાચા સાહેબએ સમાજમા યુવાનો ના યોગદાન અને આવતીકાલ યુવાનોની છે અને દરેકને સાથે લઈ શ્રી વિવેકભાઈ ને આગળ વધવાની હાકલ કરી હતી. પ્રમુખ તરીકે શ્રી વિવેકભાઈ ગોહેલે તેમના ઉદ્દબોધનમાં "*મારો સમાજ એ જ મારૂ જીવન*" એ સ્લોગન આપેલ અને આપણે સામાજિક, આરોગ્ય, શૈક્ષણિક રીતે વિકાસના કામો કરવા છે અને સૌ વડીલોના આશીર્વાદથી આપણે ઘણા બધા કામો કરીશું તેવું જણાવેલ.
આ તકે શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો, શ્યામ યુવા સંગઠનના હોદ્દેદારો, સેવા સંસ્થા, શ્યામ વિદ્યાલય, ચામુંડા ધુન મંડળ, સંસ્થાના ટ્રસ્ટીગણ, વિભાગીય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ દરેક વિભાગમાંથી ઉપસ્થિત કારોબારી સભ્યોશ્રીઓ, કાર્યકરો એ નવા વરાયેલ પ્રમુખશ્રી વિવેકભાઈ ગોહેલ નું હારતોરા કરી સન્માન કરેલ.
તેમજ ઉપસ્થિત દાતાશ્રી હરદેવ ભાઇ પરમાર, શ્રી પ્રકાશભાઈ ડી. ટાંક, શ્રી ઘનશ્યામભાઈ કાચા, શ્રી અશોકભાઈ લાખાણી, શ્રી ભરતભાઈ ભાલીયા વિગેરે એ પણ શ્રી વિવેકભાઈ ગોહેલ નું સન્માન કરેલ.
કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી દિનેશભાઇ કાચા એ કરેલ તેમજ આભાર વિધિ સમાજના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ ચોટલીયા એ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.