ધાંચી હાઇસ્કૂલ, મોડાસામા વાર્ષિક મહોત્સવ ની શાનદાર ઉજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ઘાંચી હાઇસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં સમારંભના અધ્યક્ષ સિકંદર ભાઈ વાય. સુથાર રાજાબાબુ, મુખ્ય મહેમાન અતુલભાઇ દીક્ષિત (ચીફ કમિશનર ભારત સ્કાઉટ ગાઈડ સંઘ)તેમજ અતિથિ વિશેષમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયા(ચેરમેન ધી સર્વોદય સહકારી બેંક), અબ્દુલ રહીમ દાદુ(પ્રતિનિધિ ઉચ્ચ પ્રાથમિક શાળા), સલીમભાઈ ગુજરાતી (આઈ. જી) (દાતા ઘાંચી નિમ્ન પ્રાથમિક શાળા), સલીમભાઈ સુથાર (પી.બી.)(પ્રતિનિધિ હાજી પી.બી. સુથાર ઘાંચી બાલગૃહ), ગુલામ હુસેન ખાલક(વિરોધ પક્ષના નેતા મોડાસા નગરપાલિકા), તથા કારોબારી સભ્યો, સભાસદ, વાલીગળ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાન નિરજભાઈ શેઠ(પ્રમુખ મોડાસા નગરપાલિકા) દિલ્લી ગયાહોવાથી શાળાનો કાર્યક્રમ સફળ રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયાએ (ચેરમેન ધી સર્વોદય સહકારી બેંક)પર્સનલ રૂપિયા 25,000 સંસ્થાને દાન આપ્યું હતું. તથા કાર્યક્રમના ખર્ચ પેટે સર્વોદય સહકારી બેંકે મદદ કરી અને કારોબારી સભ્યોએ પણ મદદ કરી હતી.સ્વાગત શાળાના આચાર્યશ્રી એ કર્યું હતું. મુખ્ય મહેમાન અતુલભાઇ દીક્ષિતે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. જ્યારે અતિથિ વિશેષમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયા, હુસેનભાઇ ખાલકે પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. સંસ્થાના પ્રમુખ રાજાબાબુ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને વિદ્યાર્થીઓને બધી સુવિધાઓ મળે એવું જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સેક્રેટરી મોહમ્મદ હનીફ સીધવા, ઉપપ્રમુખ અબ્દુલ રજાકભાઈ ખાનજી, જોઈન્ટ સેક્રેટરી રહીમભાઈ બાંડી, ટ્રસ્ટી ઈશાકભાઈ ઉપાદ, શિક્ષણ સમિતિ ચેરમેન સઇદ અહેમદ એ. ભૂરા, શાળાના આચાર્ય ઈર્શાદ હુસેન કાજી, મલેક સોહીલ, પ્રોગ્રામ કન્વીનર રીયાજ એમ. બાયડીયા અને એનાઉન્સરની જવાબદારી શાળાના શિક્ષિકા મુસ્તકીમાબેન એમ. લીમડાએ નિભાવી હતી. અને તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી . અંતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી વાલીઓને અલ્પાહાર આપવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.