વિસાવદર બી.આર.સી. ભવનમાં પ્લાસ્ટિક રિયુઝ કરવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી
વિસાવદર બી.આર.સી. ભવનમાં પ્લાસ્ટિક રિયુઝ કરવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી
વિસાવદર બી.આર.સી. ભવન ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર મારફત ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગિર ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગથી " 101 WAYS TO REUSE PLASTIC WASTE PROGRAMME " નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થીઓ, ૧૦ શિક્ષકગણ અને સંસ્થાના પાંચ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કાર્યશાળા વર્ગની શરૂઆતમાં બી.આર.સી. બિપિનભાઈ વાઘમશીએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગ પર્યાય પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના તજજ્ઞ અને કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજયભાઈ પંડ્યા એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનું મહત્વ, પર્યાવરણીય પાંચ આર વિશે સમજાવી, પ્લાસ્ટિકના રિયૂઝ પર પ્રવૃત્તિમય પ્રયોગો જૂથમાં બાળકો પાસે કરાવ્યા. જેમાં બાળકોને ઇકોબ્રિક્સ, ઘરના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો રિયુઝ, વિજ્ઞાન સમજવામાં પ્લાસ્ટિક રિયુઝ આધારિત પ્રયોગો બાળકો પાસે કરાવ્યા.
કાર્યક્રમના અંતે ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટિફિકેટ અને કીટ અર્પણ કરવામાં આવેલ. અને બાળકોને તેમના વિષયને અનુરૂપ સરળ શૈલીમાં સમજાવી માહિતગાર કર્યા હતા. અંતમાં બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.