શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ ઉજવણી કરાઇ વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે. - At This Time

શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ ઉજવણી કરાઇ વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે.


શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ ઉજવણી કરાઇ

વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે.

શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. જેમાં દરેક મૂલાકાતીઓને ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. “કાઉ હગીંગ ડે”ના અનોખા કન્સેપ્ટ સાથે શ્રીજી ગૌશાળા દ્રારા પશ્ચિમી સંસ્કૃતિના આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવિ પેઢીનાં યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે આ નવા કન્સેપ્ટ સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આખો દિવસ ગીર ગૌમાતાને ભેટીને પ્રેમભરી સાત્વીક ઉર્જા મેળવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદેશમાં ખાસ કરીને યુરોપ અને અમેરીકામાં લોકો ગાયમાંથી પોઝીટીવ એનર્જી રૂપીયા ખર્ચીને મેળવે છે. આપણી પાસે આર્ય સંસ્કૃતિની ધરોહર ગીર ગાય જે કોરોનાના સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબીત થઇ છે તે ખૂબ સહજતાથી અને ગામોગામ ઉપલબ્ધ હોય ત્યારે ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌ એ સમજવું જોઈએ.
આખો દિવસ ‘કાઉ હગીંગ ડે’ની ઉજવણી ચાલુ રહી હતી. જેમાં યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ જોડાયા હતા અને ગાયને ભેટીને પોતાનો પ્રેમ વ્યકત કર્યો હતો તેમજ ગાયોની નિયમિત સેવાનો સંકલ્પ લીધો હતો. આ સિવાય આજની યુવા પેઢીમાં જંકફૂડનું વળગણ છૂટે અને તેઓ સમતોલ આહાર, શાકાહાર તરફ વળે તે હેતુથી પૌષ્ટિકનું આહારનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાઉ હગ ડે દરમિયાન ગૌપ્રેમીઓએ ગાયોની સેવા પણ કરી હતી. આમ સમગ્ર કામગીરી નિહાળી બાળકો પણ પ્રભાવિત થયા હતા અને માતા-પિતા સાથે નિયમિત ગૌશાળાએ આવશે તેમ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષથી શ્રીજી ગૌશાળા દ્વારા આ અભિનવ પ્રયોગ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થાય છે અને હજારો લોકો ગૌમાતાનાં દર્શન અને તેમને ભેટીને આશીર્વાદ લેવા પધારે છે. આ વર્ષે પણ આ પ્રકારના દિવ્ય કાર્યક્રમનું આયોજન શ્રીજી ગૌશાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી યુવા પેઢીને ગૌ માતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાના આશીર્વાદથી પોતાના ક્ષેત્રમાં તન, મન, ધનથી આગળ વધી શકે. ગૌ સંસ્કૃતિને જીવંત કરવાના આ દિવ્ય કાર્યમાં સૌને જોડવા માટે શ્રીજી ગૌશાળા વતી પ્રભુદાસભાઈ તન્ના, જયંતીભાઈ નગદીયા, ભૂપતભાઈ દુલારી, રમેશભાઈ ઠક્કર સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.