વસંત પંચમી અવસરે પ્રકૃતિ – જીવદયા અંગે કોલેજ – યુનિવર્સિટીમાં વકતૃત્વ સ્પર્ધા સંપન્ન ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ, સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનું સહિયારું આયોજન
વસંત પંચમી અવસરે પ્રકૃતિ – જીવદયા અંગે કોલેજ – યુનિવર્સિટીમાં વકતૃત્વ સ્પર્ધા સંપન્ન
ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ, સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનું સહિયારું આયોજન
રાજકોટ ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર તા. ૧૪ ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીનાં રોજ જીવ જંતુ કલ્યાણ દિવસની ઉજવણી કરવાની હોય છે. જે અનુસંધાને રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર તથા ભેટ આપવામાં આવી હતી.
એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં મેમ્બર અને સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહનાં સૌજન્યથી માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદા જુદા વિષયો જેમ કે વસંત પંચમી પ્રકૃતિ સાથે માનવ જીવન પણ ખીલી ઉઠે છે, ૧૪ ફેબ્રુઆરી : જીવ - જંતુ કલ્યાણ દિન, આ પૃથ્વી દરેક જીવની છે તથા પરોપકાર – સેવા થકી મનની શાંતિ વધે છે – પર વિદ્યાર્થીઓ પોતાની વકતૃત્વ કલા પ્રસ્તુત કરી જેમાં માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં કિન્નરી પાલા પ્રથમ, માનસી અણીયાળિયા દ્વિતીય તો અંજની પાલ તૃતીય આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પ્રવિણા છૈયા પ્રથમ, અંકિતા સોંદરવા દ્વિતિય તો ભાવના વાંજા તૃતીય આવ્યા હતા. પ્રથમ ક્રમાંકને રૂ. ૧૦૦૦, દ્વિતિયને રૂ. ૭૦૦ અને તૃતીયને રૂ. ૫૦૦ રોકડ ઇનામ તથા ભાગ લેનાર તમામને ભેટ આપવામાં આવી હતી. માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. કે.જે ગણાત્રાનાં માર્ગદર્શનમાં ડૉ. જયશ્રીબેન રાણપરા એ જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકે ડૉ. ધાત્રીબેન વસાવડા તથા ડૉ. ગીરાબેન માંકડે સેવા આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં કાર્યક્રમને સફળ બનાવવા ભવનનાં અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ તથા ડૉ. ધારાબેન દોશીએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટના પ્રમુખ મિત્તલ ખેતાણીના માર્ગદર્શનમાં ટીમ કરુણા જેહમત ઉઠાવી રહી છે. બન્ને કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટનાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.