અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગની વાત અફવા હોવાનું સામે આવ્યું છે,પોલીસે ફાયરિંગ થયું હોવાનો ઈનકાર કર્યો છે.
અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગની વાત અફવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફાયરિંગ થયું હોવાનો ઈનકાર કર્યો છે. જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર તસનીમ આલમ તીર્મિઝી અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો હતો. દરગાહ નજીકની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નકી આલમે તસનીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી. પરંતુ, CCTVમાં ફાયરિંગ થયાના કોઈ દ્રશ્યો મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, પિસ્તોલનો ઉપયોગ થયો છે, પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે.
જયારે ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું હતું કે ફાયરિંગ થયું, હોય તેવો અવાજ સંભળાયો હતો.હવે જોવાનું એ રહ્યું કે એફએસએલ ટીમ દ્વારા તપાસ શું આવે છે.
રિપોર્ટ બાય: ઉમેશ શર્મા,અમદાવાદ
8000586412
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.