સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના ખિતાબ સાથે બોટાદની ઈશાનું સન્માન
સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના ખિતાબ સાથે બોટાદની ઈશાનું સન્માન
રાષ્ટ્રીય સેવા યોજના,સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ કોલેજ કક્ષાની સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધામાં રાજ્યની 603 કોલેજોનાં 7228 સ્પર્ધકોએ ભાગ લીધો,છેલ્લે 33 સ્પર્ધકો વચ્ચે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ અમદાવાદ ખાતે ૩૩ની મેગા ફાઈનલ રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીશ્રીઓની હાજરીમાં થઈ,જેમાં બોટાદની ઈશા રત્નાકર નાંગરે સ્થાન મેળવેલ,ટીચર યુનિવર્સિટી ગાંધીનગરની સ્કોલર ઈશાએ યુનિવર્સિટીમાં પ્રથમ, ઝોનલ લેવલે દ્વિતીય અને સ્ટેટ લેવલે ફાઇનલ ૩૩માં પ્રવેશી પ્રમાણપત્ર,ટ્રોફી,મોટો રોકડ પુરસ્કાર તથા સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત સ્ટેટનો ખિતાબ મેળવી વતન થોરિયાળીનું,બોટાદ જિલ્લાનું,ટીચર યુનિવર્સિટીનું અને સમસ્ત ગુજરાત માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.