બાલાસિનોર દેવ ખાતે ભંગારના ગોડાઉનમાં સહાયની સાઇકલો જોવા મળી…
ભંગારના ગોડાઉન માલિકો ખુલ્લેઆમ સરકારી સાઇકલોની ખરીદી કરતા જોવા મળ્યા.....
ઠેર ઠેર ભંગારના વેપારીઓ બિલાડીના ટોપની જેમ હાટડીઓ ખોલીને મશીન,વોટરપંમ્પ ,વિદેશી બિયરના ખાલી ટીન જેવી વસ્તુઓ ખરીદતા હોય છે, ત્યારે,સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી,અને નશામુક્તિ કાર્યક્રમો અને વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે ત્યારે દારૂબંધીમાં ખાલી બિયરના ટીનનો મસમોટો જથ્થો આવ્યો ક્યાંથી તે પણ એક મોટો સવાલ છે, તેમજ શાળા પ્રવેશોત્સવમાં સરકાર દ્વારા બાળકોને સાઇકલની સહાય આપવામાં આવતી હોય જેથી બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય તેવા હેતુથી આપેલી સાઇકલો ટ્યુબ ટાયર નાખવાની જગ્યાએ બારોબાર સાઇકલો ભંગારના ભાવે વેચી દેવામાં આવે છે, સુ આ વેપારીઓને તંત્રનો ખૌફ નથી,કે પછી હોતી હૈ ચલતી હૈ જેવું મનસ્વી ઠીલું વલણ રાખી આંખ આગળ આડા કાન કરવામાં આવતા હશે ??? તે પણ એક મોટો સવાલ છે..
ભંગારના વેપારીઓને ત્યાં તંત્ર દ્વારા તપાસ આદરવામાં આવે તો મશીન, વોટર પંખા,ઇલેક્ટ્રિક તેમજ ટેલિફોન વાયરો,નલ સે જલની પાઇપોના ટુકડા જેવી વસ્તુઓ ઘણીખરી ચોરીની નીકળે તો નવાઈ નહિ..આ અગાઉ પણ વીરપુર ભંગારના ગોડાઉનમાં પણ ફોરેસ્ટના તારની વાડના વાયરોના ગુચળા લેતા વેપારીઓ વીરપુર ખાતે પકડ્યાની વિગતો લોકમુખે ચર્ચાય છે,
રિપોર્ટર : પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.