પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ - At This Time

પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ


૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્ર,૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૨૦૫ હેલ્થ & વેલનેસ સેન્ટર તેમજ ૩૦૦ સબ સેન્ટર ખાતે જન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા

ગોધરા

પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ ૧ થી ૧૯ વય જૂથના બાળકોમાં કૃમિથી થતા ચેપ સામે રક્ષણ મળી રહે, અને તે માટે જનજાગૃતિ ફેલાય તેવા આશયથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ હતી.

પંચમહાલ જિલ્લાના તમામ ૦૭ તાલુકામાં આવેલ ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૨૦૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ ૩૦૦ સબ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીને અનુલક્ષીને પત્રિકાઓનું વિતરણ તેમજ પોસ્ટર તથા બેનરના ડિસ્પ્લે દ્વારા લોકોને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિસ્તૃત સમજ - માહિતી આપવામાં આવી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મહેશ ચૌધરી દ્વારા જણાવ્યું હતું કે, કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર
ગંભીર અસરો પડે છે.જેમ કે,વજન ઓછું થવું, ભૂખ ના લાગવી, કુપોષણ,લોહીની ઉણપ, પેટમાં દુખાવો,ઝાડા ઉલટી,તથા બેચેની જેવા લક્ષણો જોવા મળે છે.બાળકોને સમયસર સારવાર આપવી જોઈએ તેમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે,હવે પછી,પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને ગોળી ખવડાવવા માટે તમામ આરોગ્ય કર્મચારી આશા બહેનો,આંગણવાડી કાર્યકરો તેમજ સુપરવાઇઝર દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ કૃમિનાશક ગોળી હાલબેન્ડાજોલ ખવડાવવામાં આવશે તેમજ આગામી ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મોપ અપ રાઉન્ડ યોજવામાં આવશે, જેમાં આ વય જૂથના કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાકી રહેલ બાળકોને સ્થળ પર જ આરોગ્ય સ્ટાફ દ્વારા કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.