મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આટકોટ ખાતે શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી
દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન આટકોટ સ્થિત શ્રી કે.ડી.પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓને મળી તેમની તબિયતની પૃચ્છા કરતા સંવેદના વ્યક્ત કરી હતી અને જલ્દી સ્વસ્થ થવા શુભેરછા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ હૃદય રોગ વિભાગ અને કેથલેબની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરે છે.
આ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડો.ભરતભાઈ બોઘરા, સી.ઈ.ઓ શ્રી ડો.નવનીતભાઈ બોદર અને ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ગજેરા, કલેકટર શ્રી પ્રભવ જોશી,જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણે, પોલીસ અધિક્ષક ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સહિત હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન જસદણના સામાજિક યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કે ડી પરવાડિયા હોસ્પિટલ બની ત્યારથી જીલ્લાના અને બહારના લોકોને જબરી રાહત મળી છે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ઘણાં દર્દીઓએ અહીં રાહત મેળવી છે જેનો શ્રેય ડો. ભરતભાઈ બોઘરાને જાય છે તેમનાં થકી ઘણાં ટ્રસ્ટીઓ પણ આ સદ્દકાર્યમાં જોડાયા છે અને ભાજપ સરકારની વિવિધ યોજનાઓમાંથી દર્દીઓને ભારે રાહત મળી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.