ગીર ફાઉંડેશન દ્વારા જસદણ તાલુકાની કમળાપુર કન્યાશાળા ખાતે પર્યાવરણ શિક્ષણ અંતર્ગત “સે નો પ્લાસ્ટિક” વિષય પર ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનિઓ દ્વારા એકદિવસીય સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ - At This Time

ગીર ફાઉંડેશન દ્વારા જસદણ તાલુકાની કમળાપુર કન્યાશાળા ખાતે પર્યાવરણ શિક્ષણ અંતર્ગત “સે નો પ્લાસ્ટિક” વિષય પર ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનિઓ દ્વારા એકદિવસીય સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ


ગીર ફાઉંડેશન દ્વારા જસદણ તાલુકાની કમળાપુર કન્યાશાળા ખાતે પર્યાવરણ શિક્ષણ અંતર્ગત “સે નો પ્લાસ્ટિક” વિષય પર ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનિઓ દ્વારા એકદિવસીય સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પર્યાવરણિય જાગ્રુતિના આ કાર્યક્ર્મમા ધોડકીયા રમેશભાઇએ તમામ મહેમાનોનુ સ્વાગત કર્યુ હતુ. પર્યાવરણ કેન્દ્ર જસદણથી આવેલા અગ્રાવત નીતિનભાઇ દ્વારા સમગ્ર કાર્યક્ર્મની રુપરેખા આપવામા આવી ત્યાર બાદ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી પધારેલા શ્રી ઉત્સવભાઇ મોદીએ બાળકોને પ્લાસ્ટિક અંગે વિવિધ પ્રવુત્તિઓ જેવી કે, પીપીટી પ્રેઝન્ટેશન, રમતો, એકટિવિટીઓ કરાવી હતી. પ્લાસ્ટિક વ્યવસ્થાપન કઇ કઇ રીતે કરી શકીએ તથા પ્લાસ્ટિકના પ્રકારો, કચરાના પ્રકારો અંગે ઝીણવટભરી માહીતિ આપી હતી. નિતિનભાઇએ પાંચ જ જન,જળ,જમીન,જંગલ અને જાનવર વિશે માહીતિગાર કરી પર્યાવરણને બચાવવા આપણી શુ ભુમિકા હોઇ શકે તે માટે માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. ફોરેસ્ટ વિભાગ જસદણથી પધારેલા શ્રી ભરતભાઇ રંગપરા દ્વારા જંગલમા થતુ પ્રદુષણ અને તેને નિવારવાના ઉપાયો તથા વ્રુક્ષ અને પક્ષીઓ પ્રાણીઓ માટે પ્લાસ્ટિક કેટલુ નુકશાન કરે છે તથા તેના માટે આપણે શુ કરી શકીએ તે માટેની માહિત્તિ આપી હતી. બપોરના ભોજન બાદ બાળકોએ પ્લાસ્ટિક બોટલમાથી બગીચામા વ્રુક્ષોની વાડ બનાવવી, બોટલ શુશોભન જેવી પ્રવુત્તિઓ કરી હતી છેલ્લે બધા બાળકોએ પોતે કરેલ પ્રવુત્તિઓ વિશે પોતાના અનુભવો રજુ કર્યા હતા.ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.આ કાર્યક્ર્મમા પર્યાવરણ શિક્ષણ કેંદ્ર અમદાવાદના પ્રોજેક્ટ ઓફિસરશ્રી ઉત્સવભાઇ મોદી પર્યાવરણ શિક્ષણ કેંદ્ર જસદણના ફિલ્ડ ઓફિસર શ્રી નિતિનભાઇ અગ્રાવત,પ્રોજેક્ટ ઓફિસર શ્રી કાજલબેન ઝાલા,ફોરેસ્ટ વિભાગ જસદણથી વનરક્ષક શ્રી નિમિતભાઇ સાકરીયા,ભરતભાઇ રંગપરા, વનપાલ શ્રી લાલજીભાઇ પડસારિયા કમળાપુર મૈત્રી ગ્રુપના શ્રી ભાવેશભાઇ જળુ, કમળાપુર કલ્સ્ટરના સી આર સી કો-ઓર્ડીનેટર શ્રી પરેશભાઇ રામાણી, તા. શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારક્ર્મને સફળ બનાવવા શાળાના શિક્ષકો શ્રી પટેલ જિગ્નેશભાઇ,મારુ અભિષેકભાઇ તથા કુંડાળીયા સાવંતિબેને તથા રમેશભાઇ ધોડકીયાએ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.