દાંતા તાલુકાના વશી ખાતે આદિજાતિના ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમ AGR 3 યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે ખેડૂત તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો.
દાંતા તાલુકાના વશી ખાતે આદિજાતિના ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમ AGR 3 યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે ખેડૂત તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો.
દાંતા તાલુકાના ખેડૂતો વિવિધ યોજનાઓના લાભ થકી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ વશી ખાતે પ્રાકૃતિક ખેતી અને વિવિધ યોજનાકીય તેમજ ખેતીનું માર્ગ દર્શન આપવા મહેમાનો અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.જેમાં એમ .એમ .પ્રજાપતિ (જિલ્લા ખેતીવાડી અધિકારી પાલનપુર),એચ.જે.જીદાલ ( નાયબ ખેતી નિયામક તાલીમ વ. પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા બનાસકાંઠા), ડી.કે જોષી ( તાલુકા અમલીકરણ અધિકારી દાંતા ),સી.એસ.પટેલ ( મદદનીશ ખેતી નિયામક વિ.),પી.ટી.ચોરાસિયા વિસ્તરણ અધિકારી ખેતી દાંતા,ગ્રામ સેવકશ્રીઓ,તલાટી કમ મંત્રી વશી તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. વધુ માં દાંતા તાલુકાના બધાજ ગ્રામસેવક, પી.ટી.ચોરાસિયા ( વિસ્તરણ અધિકારી ખેતી દાંતા )ની ટિમની મહેનત દ્વારા આ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટે ખેડૂતોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ એમાટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આપણું જીવન આપણું સ્વાથ્ય , આપણો સમાજ આપણી કૃષિ વ્યશથાનો આધાર છે.તેથી, જેમ જેમ આપણો ખેડૂત પ્રગતિ કરશે, જેમ આપણી ખેતી પ્રગતિ કરશે અને સમુદ્ધ થશે,તેમ આપણો દેશ પણ પ્રગતિ કરશે એવું સૂત્ર આપણા માનનીય પ્રધાન મંત્રી એ આપ્યુ હતું.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ આગળ વધે એ માટે રાજ્યમા પ્રાકૃતિક કૃષિથી ધન - ધાન્ય ઉગાડે તેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પ્રયાસ કરી રહ્યા છે. એ પ્રયાસ આજે સફળ બની રહ્યો છે તેવું લાગી રહ્યુ છે.
આજે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય આધારિત ખેતી કરવામાટે વિવિધ અધિકારીઓ ધ્વારા સારું માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું અને .ત્યાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો એ કરી હતી એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને .ખેડૂતો માટે ચા નાસ્તો અને જમવાની પણ સુવિધા કરવામાં આવી હતી.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.