ચારૂસેટ-ડેપસ્ટારના આસિસ્ટન્ટ પ્રોફેસર જય પટેલની અસાધારણ સિદ્ધિ - At This Time

ચારૂસેટ-ડેપસ્ટારના આસિસ્ટન્ટ પ્રોફેસર જય પટેલની અસાધારણ સિદ્ધિ


નેશનલ લેવલની સાયકલિંગ ઇવેન્ટમાં નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની 600 કિલોમીટરની અદ્ભુત જર્ની

 ચાંગાસ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR) ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર જય પટેલે નેશનલ લેવલની સાયકલિંગ ઇવેન્ટ BRM600 (Brevet des Randonneurs Mondiaux 600km) પૂર્ણ કરીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. પડકારરૂપ 600 કિલોમીટરનું અંતર કાપતા  તેમણે અમદાવાદથી નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર અને નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી પરત અમદાવાદ સુધીની સફર માત્ર 39 કલાક અને 15 મિનિટમાં પાર કરી હતી. આ પ્રવાસ અમદાવાદના આઇકોનિક ગોટીલા ગાર્ડનથી શરૂ થયો હતો. જય પટેલ 31  રાઇડર્સમાંના એક હતા જેમણે આ સાહસ શરૂ કર્યું હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.