વિસાવદર વીજ કંપની ની લેણી રકમ જમા નહિ કરાવતા મિયાવડલા ના શખ્સને ૩૦દિવસની સજા ધારાશાસ્ત્રી નયન જોશીની ધારદાર દલીલો - At This Time

વિસાવદર વીજ કંપની ની લેણી રકમ જમા નહિ કરાવતા મિયાવડલા ના શખ્સને ૩૦દિવસની સજા ધારાશાસ્ત્રી નયન જોશીની ધારદાર દલીલો


વિસાવદર વીજ કંપની ની લેણી રકમ જમા નહિ કરાવતા મિયાવડલા ના શખ્સને ૩૦દિવસની સજા
ધારાશાસ્ત્રી નયન જોશીની ધારદાર દલીલો.પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જુનાગઢના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમાર સાહેબની સૂચનાથી વિસાવદર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનાસબ ડિવિઝન નંબર-(૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા મિયાવડલા ગામના મગન ભાઈ દાનાભાઈ મકવાણા સામે રૂપિયા ૩૨,૧૪૦-૦૫પૈસા વસુલ મેળવવા માટે વિસાવદર કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨) ના અધિકારી દ્વારા પેનલ એડવોકેટ નયન જોષી મારફતે દરખાસ્ત નંબર ૬૨/૨૩થી દરખાસ્ત દાખલ કરેલી હતી જે દરખાસ્તના કામમાં પ્રતિવાદીને વિસાવદર કોર્ટ તરફથી પૂરતી તકો આપવા છતાં પ્રતિવાદીએ કોઈ ગંભીરતા દાખવેલ નહિ કે કોર્ટમાં પણ હાજર રહેલા નહિ તેથી પ્રતિવાદી વિરુદ્ધ જંગમ જપ્તી વોરન્ટ કાઢવા હુકમ થયેલ ત્યારબાદ પ્રતિવાદીએ રૂપિયા બે હજાર જમા કરાવેલ અને બાકી રહેતી રકમ પ્રતિવાદી તરફથી જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨) ના અધિકારી દ્વારા તેમને સિવિલ જેલમાં બેસાડવાની વાદી તરફથી અરજી રજૂ કરવામાં આવેલી જે અરજીમાં પણ પ્રતિવાદીને નોટિસ કરતા પ્રતિવાદી કોર્ટમાં હાજર નહિ રહેતા કે કોઈ રકમ જમા નહિ કરાવતા પ્રતિવાદી સામે પકડવોરન્ટ કાઢવા હુકમ કરવામાં આવેલ અને પકડ વોરન્ટ ઇસ્યુ થતા વિસાવદર કોર્ટના બેલીફ જીતેન્દ્રકુમાર લાલવાણી તથા એમ.ડી.વાઢેર દ્વારા તેમને પકડીને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી હપ્તે હપ્તે રકમ ચૂકવવા તૈયાર હોવાનુ પૂછતાં પ્રતિવાદીએ ઇનકાર કરતા વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા પ્રતિવાદીનો જવાબ તથા વાદીની રજુઆત તથા એડવોકેટની દલીલો દયાને લઈને પ્રતિવાદી મગનભાઈ દાનાભાઈ મકવાણાને દિન-૩૦ની સિવિલ જેલમાં જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરતા વીજચોરી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.આ અંગે પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી અખેણીયાએ જણાવેલ કે વિજબીલની રકમ દરેક લોકોએ નિયમિત ભરપાઈ કરી આપવા અપીલ કરેલી છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.