બાલાસિનોર તાલુકામાં પાંડવાના મહિલા પશુપાલક મીનાબેન સેવકનો તાલુકામાં પ્રથમ ક્રમાંક આવતા સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા* - At This Time

બાલાસિનોર તાલુકામાં પાંડવાના મહિલા પશુપાલક મીનાબેન સેવકનો તાલુકામાં પ્રથમ ક્રમાંક આવતા સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા*


*ગુજરાત સરકારની રાજ્ય શ્રેષ્ઠ પશુપાલન યોજના અંતર્ગત*

*બાલાસિનોર તાલુકામાં પાંડવાના મહિલા પશુપાલક મીનાબેન સેવકનો તાલુકામાં પ્રથમ ક્રમાંક આવતા સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા*

*બાલાસિનોર પ્રતિનિધિ*

બાલાસિનોર તાલુકામાં વર્ષોથી પશુપાલન ક્ષેત્રે સાથે સંકાયાલા મીનાબેન સેવકને ગુજરાત સરકારની રાજ્યના શ્રેષ્ઠ પશુપાલન વ્યવસાય ધરાવનાર પૈકી બાલાસિનોર તાલુકામાં પ્રથમ નંબરે મહિલા પશુપાલન વ્યાવ્યાસાય કરનાર મીનાબેન સેવકને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના પાંડવા ગામ ખાતે અતિ આધુનિક સુવિધાઓ સાથે ધનલક્ષ્મી ડેરી ફાર્મ સ્થાપી અંદાજીત 100 જેટલા ગાય અને ભેશ પશુઓ રાખીને મીનાબેન હાલમાં અમૂલ ડેરીને સીધું દૂધ સપ્લાય કરીને પોતાના પગભર છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા અને પશુપાલનમાં વિશેષ કામગીરી કરનારને શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર યોજના અંતર્ગત બાલાસિનોર તાલુકામાં પ્રથમ નંબરે પાંડવા ગામના મીનાબેન ભાનુપ્રસાદ સેવકને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર આપી સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા છે ત્યારે મીનાબેન સેવક અનેક મહિલાઓ માટે આદર્શ સાબિત થયા છે.
*રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.