વિસાવદર કોર્ટ વિજકંપનીની લેણી રકમની દરખાસ્તમાં મહિલાનું પકડવોરન્ટ કાઢતા રકમ ભરાઈ - At This Time

વિસાવદર કોર્ટ વિજકંપનીની લેણી રકમની દરખાસ્તમાં મહિલાનું પકડવોરન્ટ કાઢતા રકમ ભરાઈ


વિસાવદર કોર્ટ વિજકંપનીની લેણી રકમની દરખાસ્તમાં મહિલાનું પકડવોરન્ટ કાઢતા રકમ ભરાઈ
.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી. વી.સી.એલ.કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારસાહેબની સૂચના અને માર્ગદર્શન થી વિસાવદર સિવિલ કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨)ના નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં ઈશ્વરિયા ગામના ગુજ.મહેશભાઈ હરિભાઈ સોલંકી ના વારસ સંગીતાબેન મહેશભાઈ સોલંકી સામે રૂપિયા ૫૯,૯૦૭-૭૬ પૈસા વસુલ મેળવવા માટે વિસાવદર કોર્ટમાં દિવાની દરખાસ્ત નંબર ૩૦/૨૩ થી દરખાસ્ત ચાલતી હોય તે દરખાસ્તમાં પ્રતિવાદીગુજ.મહેશભાઈ હરિભાઈ સોલંકીના વારસ સંગીતાબેન મહેશભાઈ સોલંકી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદીની મિલકત જપ્તી કરવા હુકમ કરેલ પ્રતિવાદી પાસે કોઈ જંગમ મિલકત નહિ હોવાથી પ્રતિવાદી ને સિવિલ જેલમાં બેસાડવાની અરજી વિસાવદર કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે અરજી કરી રજુઆત કરતા કોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશીની દલીલો દયાને લઈ પ્રતિવાદીને સિવિલ જેલમાં બેસાડવાની અરજી કરેલી તે અરજીના કામમાં પણ પ્રતિવાદીને નોટિસ કરતા પ્રતિવાદી હાજર નહિ રહેતા કોર્ટ પ્રતિવાદી વિરૂદ્ધ પકડ વોરન્ટ કાઢતા અને વિસાવદર કોર્ટના બેલીફ એમ.ડી.વાઢેર તથા જીતેન્દ્ર લાલવાણી દ્વારા પ્રતિવાદીને જાણ કરતા પ્રતિવાદીએ નામદાર કોર્ટમાં હાજર થઈ રૂપિયા ૧૫,૦૦૦/- રોકડા ભરી આપેલ અને તેમની પાસે ચેકબુક ન હોય પ્રતિવાદી દ્વારા તેમના દેરના નામના રૂપિયા ૨૨,૫૦૦/- તથા રૂપિયા ૨૧૪૧૦/-ના બે ચેક આપી બે માસમાં રકમ જમા કરાવવાની ખાતરી આપતા તે રીતે દરખાસ્તમાં સમાધાન નોંધાવવામાં આવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.